Home Gujarati ધ્રાબડિયા વાતાવરણથી રીંગણાના પાકમાં ઈયળ થઈ ગઈ, કિલોના રૂ.130

ધ્રાબડિયા વાતાવરણથી રીંગણાના પાકમાં ઈયળ થઈ ગઈ, કિલોના રૂ.130

186
0


વરસાદને કારણે પાક પાણીનું ચિત્ર સુધરી ગયું છે. શાકભાજી ભારે વરસાદને કારણે ધોવાઈ ગયા છે. જેને કારણે દરેક શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા 10-15 રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. 130માં વેચાયા હતા.જ્યારે છૂટક માર્કેટમાં રૂ.150 સુધી ભાવ બોલાયા હતા. ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે.જે ફૂલ અને કળી આવી હતી. તે ખરી ગઈ છે. જેથી ભાવ વધ્યો છે. સિઝનમાં 100 ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર 5 ટન જ છે.

રીંગણાની સાથે અન્ય શાકભાજીની પણ આવક ઓછી છે. હાલ દૂધી, ભીંડો,કોબીજ,તૂરિયા સહિતના શાકભાજી બીજા રાજ્યોમાંથી આવી રહ્યા છે, જ્યારે બટેટા ગુજરાતમાંથી અને ટમેટાં બેંગ્લોર બાજુથી આવે છે. ટમેટાંની આવક પહેલા કરતા વધી ગઈ છે. છેલ્લા એક મહિનામાં દરેક શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા ટમેટાંના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ હવે રીંગણાના ભાવ વધ્યા છે.શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

એક માસમાં આ શાકભાજીના ભાવ અાટલા પહોંચ્યા

શાકભાજીનું નામ એક માસ પહેલાના ભાવ હાલના ભાવ

રિંગણા 50 રૂપિયા કિલો 100-130

ગુવાર 30-40 80-100

આદુ 60-80 100-110

ભીંડો 30-40 40-50

ટમેટાં 80-100 50-60

બટેટા 10-20 20-30

નોરતા સુધી શાકભાજીના ભાવો આવા જ રહેવાના છે

શાકભાજીના છોડ પાન એકદમ મુલાયમ હોય છે. જો ભારે વરસાદ આવે તો તે બળી જાય છે.રીંગણામાં આ પ્રકારની પરિસ્થિતિ નોરતા સુધીની રહેશે. નોરતા બાદ નવો ફાલ આવશે. જેથી ભાવ ઘટશે. રીંગણાના પાકને ભેજવાળુ અને ધ્રાબડિયું વાતાવરણ અનુકૂળ નથી આવતું. ચંદુભાઈ પટેલ

રીંગણાની લોકલ આવક શરૂ થશે ત્યારે ભાવો કાબૂમાં આવી જશે

પાણી અને ભેજવાળા વાતાવરણમાં રીંગણા લાંબો સમય સારા રહી શકતા નથી. હાલ બીજા રાજ્યોમાંથી આવક છે.લોકલ આવક નથી.બીજા રાજ્યોમાં પણ ભારે વરસાદ હોવાને કારણે અહીં સુધી પહોંચે તો તે રસ્તામાં બગડી જાય છે. 10-15 દિવસમાં લોકલ આવક શરૂ થશે એટલે ભાવ કાબૂમાં આવી જશે. કનુભાઈ ચાવડા, ઇન્સ્પેક્ટર, શાકભાજી વિભાગ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today