Home Gujarati પડધરીના દેપાળીયા ગામના શ્રીરામ ધૂન મંડળના 150 લોકો અયોધ્યામાં રામધૂન કરવા ગયા...

પડધરીના દેપાળીયા ગામના શ્રીરામ ધૂન મંડળના 150 લોકો અયોધ્યામાં રામધૂન કરવા ગયા હતા, લોકડાઉનને કારણે ફસાયા

95
0

દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યારે કેટલાક એવા લોકો છે જે અન્ય રાજ્યમાં કે અન્ય શહેરોમાં ફસાય ગયા છે. તેવી જ રીતે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દેપાળીયા ગામના શ્રીરામધામ આશ્રમ દ્વારા શ્રી રામધૂન મંડળ ગત 16 માર્ચે અયોધ્યામાં શ્રી રામધુન કરવા ગયા હતા. જેઓ 5 એપ્રિલના દિવસે પરત ફરવાના હતા.પરંતુ તેઓ લોકડાઉનના કારણે હજુ સુધી પરત ફર્યા નથી. હાલ 150થી વધુ પરિવારો તેની રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે પરત આવશે અને સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા છે.

મંડળના સંચાલક રોજ કલકેટ્ર કચેરીએ ધક્કા ખાય રહ્યા છે

આ પરિવારના સભ્યોએ શ્રી રામધુન મંડળના સંચાલક બાબુભાઈ ગોપાણીને ફોન કર્યો હતો તો તેઓ પોતે પણ ચિંતામાં છે. તેઓનું કહેવું છે કે કોરોના વાઇરસના કારણે લોકડાઉન છે જેના કારણે ટ્રેન ટ્રાવેલ્સ બસ બધું જ બંધ છે. કેવી રીતે આવે? બાબુભાઈ ગોપાણી દરરોજ કલેક્ટર ઓફિસે ટ્રાવેલ્સને આવવા દેવાની મંજૂરી લેવા માટે જાય છે. પણ કોઈ રસ્તો મળતો નથી. સાથે સાથે ગુજરાતમાં પણ રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો પૂરેપૂરી મહેનત કરે છે. અયોધ્યા યુપીમાં આવે અને તમામ રાજ્યોની બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. આમ અયોધ્યા ગયેલા પ્રવાસીઓને ગુજરાત પરત ફરવું છે પરંતુ તમામ બોર્ડર સીલ હોવાને કારણે તેઓ પોતાના ઘરે પરત ફરી શકતા નથી. બાબુભાઇગોપાણીએ જણાવ્યું હતું કે આજે તેઓ કલેક્ટર કચેરીએ ગયા હતા. જ્યાં એવું જાણવા મળ્યું હતું કે લોકડાઉન વધ્યું છે જેના કારણે આ પ્રવાસીઓ નહીં જઈ શકે. જો કે બાબુભાઈગોપાણીએ અન્ય કોઈ રસ્તો બતાવવા પણ રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્રને અપીલ તો કરવામાં આવે છે પરંતુ આ લોકોને પોતાના ઘરે પરત ફરવાનો અવસર ક્યારે મળશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


150થી વધુ પરિવારો પોતાના વડીલોની રાહ જોઇને બેઠા છે