Home Gujarati નાધેર પંથકમાં સુરત સહીતના શહેરોમાંથી હજારો લોકો વતન આવ્યાની શંકાથી લોકોમાં ભય

નાધેર પંથકમાં સુરત સહીતના શહેરોમાંથી હજારો લોકો વતન આવ્યાની શંકાથી લોકોમાં ભય

95
0


રાજકોટ: કોરોના વાયરસ નામની મહામારી એ જન જનને ચિંતાતુર કરી આવ્યા છે. અને લોકો ધરની બહાર નિકળતા ન હોય અને કોરોનાના પોઝીટીવ કેઇસની સંખ્યા દીન પ્રતિદીન વધી રહી છે. ત્યારે નાધેર પંથકના હજારો લોકો સુરત પેટ્યુ રળવા ગયા હોય અને 21 દિવસના લોકડાઉનની જાહેરાત થયા બાદ સુરતથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનભણી આવવા નિકળી ગયા છે. તેમજ હજુ પણ ધણા લોકો વતન આવવા રસ્તા પર હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ તંત્ર પાસે પણ કોઇ સત્તાવાર આંકડાઓ નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભા થવા પામેલ છે. કારણકે જે લોકો સુરત સહીતના મેટ્રોસીટી માંથી વતન આવી રહ્યા છે. તેમનું તબીબી પરીક્ષણ પણ થવુ જરૂરી છે. અને હાલ આ અનેક લોકો ગ્રામ્ય વિસ્તારમાં આવી ગયા છે. અને ગામોમાં ફરી રહ્યા છે. જે માંથી મોટા ભાગના લોકોનું તબીબી પરીક્ષણ થયેલ ન હોય જે ચિંતાનો વિષય છે. હાલ ધણા લોકો પગપાળા વતન તરફ આવવા નિકળી ગયા છે. તેઓ ક્યારે વતન પોહચશે તે બાબતની રાજકીય આગેવાનો ચિંતા કરી રહ્યા છે. આ અંગે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રામભાઇ વાળા સાથે વાત થયાં મુજબ સુરતથી પગપાળા આવતા લોકો વતન વહેલા પોહચે તે માટે તંત્ર સાથે વાત કરી છે. હાલ બે દિવસ પહેલા 21 દિવસના લોકડાઉની જાહેરાત થયા બાદ અનેક લોકો વતન પોહચી ગયા છે. તે અંગે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ અજાણ હોય ગ્રામ્ય વિસ્તારના લોકો કોરોનાના વાયરસના ભયમાં વધુ ભયભીત થઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના સરપંચો બહારથી આવેલા લોકો અંગેની જાણકારી મીડીયા સમક્ષ વર્ણવે છે. પરંતુ તંત્ર દ્વારા જે ગંભીરતા લેવામાં આવી જોઇએ તે હજુ લેવાતી નથી.
કોરોના સામે ગભરાવુ નહીં, સાવચેતી રાખવી: સાંસદ રાજેશ ચુડાસમા
કોરોનાની મહામારી બાબતે સાંસદ રાજેશ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવેલ કોરોના સામે ગભરાવુ નહીં સાવચેતી રાખવી તંત્ર દ્વારા લોકોહીતાર્થે કામ થઇ રહ્યુ છે. તેમાં સહકાર આપવો. તેમજ સુરતથી આવતા લોકો તેમજ અન્ય કોઇ સ્થળે ગયેલા લોકોને વતન તરફ આવવામાં કઇ તકલીફ હોય તો મારો સંપર્ક કરવો. તેમજ તંત્રને સહકાર આપશો તો કોરોના સામે જરૂર જીતીશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.