Home Gujarati નર્સનો આક્રોશ, ‘18-18 કલાક કામ કરીએ છીએ, કાયદો બતાવાનો હોય ત્યાં બતાવો’

નર્સનો આક્રોશ, ‘18-18 કલાક કામ કરીએ છીએ, કાયદો બતાવાનો હોય ત્યાં બતાવો’

127
0

શહેરમાં એક તરફ કોરોના સામે લડવામાં મ્યુનિ. અને તેમાં પણ હેલ્થ વિભાગનો સ્ટાફ સતત કામ કરી રહ્યો છે ત્યારે વાહન ચલાવતાં ન આવડતું હોય તેવા મહિલા કર્મચારીઓને મૂકવા માટે તેમના પરિવારજનો આવતાં તેમના વાહનો જપ્ત થાય છે. આ સમયે પોલીસ અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ થઇ રહ્યો છે. કાલુપુર સર્કલ પર પોલીસ સાથે સંઘર્ષના આવા જ એક વીડિયો વહેતો થયો છે.કાલુપુર સર્કલ પર એક મહિલા સ્ટાફના સ્વજનને પોલીસે રોકી તેમનું વાહન જપ્ત કરી લીધું હતું. જે બાદ મહિલા કર્મચારી આવતાં તેમણે પોલીસને સંભળાવી દીધું હતું કે, ‘અમે અહીં 18 -18 કલાક કામ કરીએ છીએ અને કોઇ પૂછવાય નથી આવતું. તાકાત હોય તો જ્યાં કાયદો બતાવવાનો છે ત્યાં બતાવોને. અમને વાહન નથી આવડતું તો અહી સુધી અમને કોણ લઇ આવશે. આવું કેમ ચાલે? જો આવું થશે તો તમે જ પોળોમાં જઇને તપાસ કરી આવજો અમે અહી ઊભા રહી જઇએ.

‘ઓછા પગારમાં જીવના જોખમે કામ કરીએ છીએ’
અમારું જમવા લેવા માટે સ્ટાફના એક ભાઇને મોકલ્યા તેમનું વાહન જપ્ત કરી લીધું. અમારી સહાય કરવાને બદલે પોલીસ અમારું અન્નપાણી બંધ કરાવે તેથી અમારે તેમની સામે અમારા અધિકાર માટે કહેવું પડ્યું. આટલા ઓછા પગારમાં પણ અમે જીવના જોખમે કામ કરીએ છીએ, તો પણ અમને પરેશાન કરવામાં આવે છે. – હેમાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


નર્સને ઉતારી ઘરે જતા ભાઈનું વાહન ડીટેઇન થતાં પોલીસ સાથે ઘર્ષણ કર્યું