Home Gujarati દારૂનો ગુનો નોંધવાના બદલે 3 બોટલ, 10 હજાર લઇ રવાના

દારૂનો ગુનો નોંધવાના બદલે 3 બોટલ, 10 હજાર લઇ રવાના

97
0

લોકડાઉનના અમલીકરણ માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે અને પોલીસની કામગીરીના ચોમેરથી વખાણ થઇ રહ્યા છે, ત્યારે ખાખી પર દાગ લાગી જાય તેવો બનાવ બન્યો છે, ભુજમાં ‘પ્રજા’ને ઘરમાં રાખવા પેટ્રોલિંગમાં નીકળેલા બે પોલીસ કર્મચારીઓએ દારૂ સાથે યુવાનને પકડયો પણ ‘પતી’ ગયો હતો. ગુનો નોંધવાને બદલે 35 હજારની વાત કરી 10 હજાર રોકડા અને ત્રણ બોટલ શરાબ લઇ ચાલતી પકડી હતી. જો કે આ પોલીસ કર્મચારી કયા પોલીસ મથકમાં ફરજ બજાવે છે તે જાણી શકાયુ નથી.

10 હજાર લઇ મામલો પતાવી નાખ્યો
શનિવારે રાત્રે શહેરના હોસ્પિટલ રોડ આગળ લોકડાઉનના અમલીકરણ માટે પેટ્રોલિંગમાં સરકારી બાઇક અપાચેથી નીકળેલા બે પોલીસ કર્મચારીઓએ એક સ્કુટર ચાલકને રોકાવ્યો હતો. સ્કુટરની તલાસી લેતા તેમાંથી શરાબની બોટલો મળી આવી હતી.પહેલા તો ગુનો નોંધવાની વાત કરી હતી બાદમાં આગળ જઇ લોટસ કોલોનીના સુમસામ એરીયામાં વાતચીત શરૂ કરી હતી. દારૂનો ગુનો ન નોંધવાને બદલે 35 હજારની માગણી કરી હતી, જો કે પકડાયેલા યુવાને આટલા પૈસા ન હોવાથી ઇન્કાર કર્યો હતો, બંને પોલીસ કર્મચારીઓ મામલો પતાવવાના મુડમાં જ હોવાથી અંતે 10 હજાર લઇ મામલો પતાવી નાખ્યો હતો, તો બંને જણા યુવાન પાસે રહેલી ત્રણ શરાબની બોટલો પણ લઇ રવાના થઇ ગયા હતા. આંતરીક સુત્રોમાંથી બે પોલીસ કર્મચારી પૈકી એક કર્મચારીની અટક જ જાણવા મળી હતી અને કયા પોલીસ મથકમાં ફરજ બજાવે છે તે જાણીશકાયું નથી.આ અંગે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી સાથે વાત કરતા કહ્યુ઼ કે, આવા કર્મચારીઓથી તેમને સખત નફરત છે જેમના લીધે ખાખી વર્ધી પર દાગ લાગે છે, આવા ભ્રષ્ટ કર્મચારીની તપાસ કરાવીને સખત પગલા ભરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર