Home Gujarati દુનિયાની સૌથી ભવ્ય આતશબાજીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

દુનિયાની સૌથી ભવ્ય આતશબાજીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

120
0

કોલોરાડો: અમેરિકાના કોલોરાડો શહેરમાં દર વર્ષે વિન્ટર કાર્નિવલ દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીએ થયેલી આતશબાજી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયી છે. આ દુનિયાની સૌથી મોટી આતશબાજીથી આકાશનો રંગ લાલ કલર થઈ ગયો હતો. આતશબાજી કરવા વાપરેલ ગોળાનો વ્યાસ 5 મીટર અને 1270 કિલોગ્રામનો હતો. તે 62 ઈંચ ઊંચો હતો.

આ આતશબાજી એમરાલ્ડ માઉન્ટેન પર કરવામાં આવી હતી. સ્ટીલ ટ્યૂબની મદદથી ગોળાને 482 પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉછાળવામાં આવ્યો હતો. આશરે દોઢ કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા બાદ ગોળામાં વિસ્ફોટ થયો અને તેણે દુનિયાની સૌથી મોટી આતશબાજીનો રેકોર્ડ પોતાને નામ કર્યો. આની પહેલાંનો રેકોર્ડ વર્ષ 2018માં સંયુક્ત આરબ અમીરાત પર હતો, તેમણે 1,087.26 કિલોગ્રામ વજનના દારૂના ગોળાથી આતશબાજી કરી હતી.

સ્ટીમબોટના આ પ્રોજેક્ટના મેનેજર ટિમ બોર્ડને મીડિયાને જણાવ્યું કે, આ આતશબાજી તૈયાર કરવામાં અમારે 8 કલાકનો સમય લાગ્યો હતો. 7 વર્ષની તૈયારી પછી અમને સફળતા મળી છે. ગયા વર્ષે પણ અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ દારૂનો ગોળો નક્કી કરેલી ઊંચાઈ પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયો. આ આતશબાજી ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમની હાજરીમાં કરવામાં આવી હતી તેમણે અમને સર્ટિફિકેટ પણ આપ્યું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Massive firework shot over Colorado breaks world record


Massive firework shot over Colorado breaks world record


Massive firework shot over Colorado breaks world record