Home Gujarati પાલતુ શ્વાન તેની માલિકની એન્ગેજમેન્ટ રિંગ ગળી ગયો, ડોક્ટરે વોમિટ કરાવીને રિંગ...

પાલતુ શ્વાન તેની માલિકની એન્ગેજમેન્ટ રિંગ ગળી ગયો, ડોક્ટરે વોમિટ કરાવીને રિંગ બહાર કાઢી

116
0

પ્રેટોરિયા: સાઉથ આફ્રિકાના પ્રેટોરિયા શહેરની એનિમલ હોસ્પિટલે એક શ્વાનનો ફોટો પોસ્ટ કરીને તેના પરાક્રમની સ્ટોરી પોસ્ટ કરી છે. આ પીપર નામના આ શ્વાને તેની માલિકની એન્ગેજમેન્ટ રિંગ ભૂલથી ગળી લીધી હતી. ડોક્ટરે તેના પેટનો એક્સ-રે લઈને ફેસબુક પર પોસ્ટ મૂકી છે. ફોટામાં આ ડોગીને તેની ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો હોય તેવો લાગી રહ્યો છે. ડોક્ટરની ટીમે માલિકની રિંગ શ્વાનના પેટમાંથી કાઢી દીધી છે.

પીપરનો ફોટો શેર કર્યો
વેલી ફાર્મ એનિમલ હોસ્પિટલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, મારું નામ પીપર છે. શું હું તમને નર્વસ લાગી રહ્યો છું? હું એટલે એવો લાગુ છું કારણ કે ડોક્ટરે મને વોમિટ કરાવવા માટે કંઈક કર્યું. હું મારી મમ્મીની એન્ગેજમેન્ટ રિંગ ભૂલથી ગળી ગયો હતો. આ કેમ થયું તે ન પૂછો તે સમયે મને તે આઈડિયા સારો લાગ્યો હતો.

હાલ રિંગ માલિકના હાથ સુધી પહોંચી ગઈ છે
એનિમલ હોસ્પિટલે પીપરના પેટના એક્સ-રેનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેના પેટમાં રહેલી રિંગ જોઈ શકાય છે. વેટરનરી ડોક્ટરે પીપરને વોમિટિંગ કરાવીને રિંગ બહાર કાઢી હતી. હોસ્પિટલ ઓથોરિટીએ મીડિયાને જણાવ્યું કે, પીપરએ તેની માલિકની નવી ડાયમંડ રિંગ ગળી લીધી હતી, જે હાલ તેના પેટમાંથી કાઢીને અમે તેના રિયલ માલિકને સોંપી દીધી છે.

સોશિયલ મીડિયા યુઝર્સનો રિસ્પોન્સ
ફેસબુક પર આ પોસ્ટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, તું તારા મમ્મીને ઘણો પ્રેમ કરે છે, આથી જ તું તેની સાથે લગ્ન કરવા પણ માગે છે, પણ હવેથી રિંગને બિસ્કિટથી રિપ્લેસ કરી દેજે. તું હજુ પણ ગુડ બોય છે. અન્ય યુઝરે લખ્યું કે, આ ઇન્ટરનેટ પરનો સૌથી સ્વીટ ફોટો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


South Africa: Dog Swallows Owner’s Engagement Ring, See X-ray


South Africa: Dog Swallows Owner’s Engagement Ring, See X-ray