Home Gujarati ડોક્ટરને એક્સ-રેમાં 3 વર્ષનાં બાળકના પ્રાઈવેટ પાર્ટ અને પીઠમાંથી 11 સોય મળી

ડોક્ટરને એક્સ-રેમાં 3 વર્ષનાં બાળકના પ્રાઈવેટ પાર્ટ અને પીઠમાંથી 11 સોય મળી

89
0

વાનપાર્તિ: તેલંગાણાના વાનપાર્તિ જિલ્લામાં 3 વર્ષના બાળકને છેલ્લા 6 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. ડોક્ટરે તેની પીઠ અને પ્રાઈવેટ પાર્ટની આજુબાજુના ભાગમાંથી 11 સોય કાઢી છે. બાળકની પીઠમાં એક સોય દેખાતા તેને શંકા જતા તેઓ ડોક્ટર પાસે ગયા હતા. એક્સ-રે રિપોર્ટમાં તેની બોડીમાં નીચલા પાર્ટમાં 11 સોય મળી.

વાનપાર્તિ જિલ્લાના વિપનગંડલા ગામના રહેવાસી બાળકના માતા-પિતાએ જણાવ્યું કે, અમારો દીકરો ઘણા મહિનાથી અસહ્ય દુખાવાથી રડ્યા કરતો હતો, દવાની અસર દૂર થતા તે પાછો રડવાનું શરૂ કરી દેતો હતો. સુધા હોસ્પિટલના ડોક્ટર શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે, અમે ઓપરેશન કરીને હાલ 8 સોય કાઢી છે, બાકીની પછી કાઢીશું. હાલ બાળકની તબિયત સારી છે.

તો બીજી તરફ બાળકના શરીરમાં આટલી બધી સોય નીકળવા પર તેના માતા-પિતાને તેમના જ કોઈ પરિવારના અભય પર શંકા છે. પોલીસે માતા-પિતાની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Telangana: Doctors find 11 needles inside 3-year-old’s back, private parts