Home Gujarati કોઇમ્બતુરમાં કોલેજની 80 વિદ્યાર્થિનીઓએ કેન્સર પેશન્ટની હેર વિગ બનાવવા વાળ ડોનેટ કર્યા

કોઇમ્બતુરમાં કોલેજની 80 વિદ્યાર્થિનીઓએ કેન્સર પેશન્ટની હેર વિગ બનાવવા વાળ ડોનેટ કર્યા

98
0

કોઇમ્બતુર: તમિલનાડુમાં કોઇમ્બતુર શહેરમાં પ્રાઈવેટ કોલેજની 80 વિદ્યાર્થિનીઓએ પોતાના વાળ કેન્સર પેશન્ટને દાન કર્યા છે. આ વાળની મદદથી દર્દી માટે હેર વિગ બનાવવામાં આવશે.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, અમે કેન્સરના દર્દીઓને રૂપિયા આપીને તો મદદ કરી શકતા નથી, આથી અમે તેમને હેર ડોનેટ કર્યા છે. અમારા વાળમાંથી જે વિગ બનશે તેનાથી અમે અનેકના મોઢા પર એક સ્માઈલ લાવી શકશું. કેન્સર પીડિતોને મદદ કરનારી મુંબઈની ‘મદત ટ્રસ્ટ’ પ્રમાણે વિગ બનાવવા માટે સામાન્ય રીતે 10 ઈંચ લાંબા વાળની જરૂર હોય છે.

વિનોથિની નામની સ્ટુડન્ટે જણાવ્યું કે, મેં મારા 8 ઈંચ હેર ડોનેટ કર્યા છે. આર્થિક રીતે તો અમે કેન્સરના દર્દીની મદદ કરવા સક્ષમ નથી આથી મેં હેર ડોનેટનો નિર્ણય કર્યો. અત્યાર સુધી 80 વિદ્યાર્થિનીઓએ હેર ડોનેટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આ આંકડો 200 સુધી પહોંચી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Girl Students in Coimbatore Donate Hair for Cancer Patients


Girl Students in Coimbatore Donate Hair for Cancer Patients