Home Gujarati ‘કોરોનાના દર્દીઓ માટે 15 દિવસનું કહીને હોસ્પિટલ ગયા તો મેં કહ્યું તાનાજીની...

‘કોરોનાના દર્દીઓ માટે 15 દિવસનું કહીને હોસ્પિટલ ગયા તો મેં કહ્યું તાનાજીની જેમ વિજયી બનીને આવજો, પણ અંદરથી ડર છે’

107
0

જિજ્ઞેશ કોટેચા. રાજકોટઃ કોરોના મહામારી સામે અત્યારે ભારત આખું ઝઝૂમી રહ્યું છે ત્યારે તે જંગમાં દેશના તબીબોની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ બહુ ઓછા લોકો તેમના પરિવારની શું સ્થિતિ હશે તેનો વિચાર કરતા હોય છે. આવા જ કોરોના સામેના જંગના સિપાહી સમાન રાજકોટની એક ખાનગી હોસ્પિટલના ક્રિટિકલ કેર વિભાગના સ્પેશિયાલિસ્ટ ડૉ. જયેશ ડોબરિયા (એમડી) છે. તેઓ ત્રણ દિવસ પહેલાં ઘરેથી પોતાના કપડાં અને જરૂરી સામાન લઈને 15 દિવસ માટે હોસ્પિટલમાં સારવાર આપવા રવાના થયા તો તેમના પત્ની વંદનાબેને તેમને આંખોમાં આંસુ સાથે નહીં પરંતુ આ જંગમાં વિજયી બનીને પરત ફરો તેવા વિશ્વાસ સાથે વિદાય કર્યા હતા. અત્યારે ઘેર પોતાની બે પુત્રી સાથે એકલા વંદનાબેને DivyaBhaskar સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોરોના જેવી મહામારી સામેના જંગમાં તેમના પતિ અને તેમના જેવા હજારો-લાખો ડોક્ટરો તથા અન્ય રાષ્ટ્રરક્ષકોનો જરૂર વિજય થશે. પરંતુ આ માટે લોકોએ પણ સરકાર અને આવા રાષ્ટ્રરક્ષકોને પૂરેપૂરો સહકાર આપતાં 21 દિવસ સુધી ઘરમાં જ ક્વોરેન્ટાઈન કરવાની જરૂર છે.

વંદનાબેન ડોબરિયાના શબ્દોમાં જ તેમની જુસ્સાભરી વાત…

‘‘અત્યારે મારા પતિ સમાજની ખરી સેવા કરી રહ્યા છે તેનો મને અને મારા પરિવારને ખૂબ ગર્વ છે. તેઓ 3 દિવસ પહેલાં ગયા છે અને 15 દિવસનું કહીને ગયા છે… અમે હજી થોડાક દિવસ પહેલાં જ તાનાજી મૂવી જોયું હતું. એટલે સર જ્યારે 15 દિવસનું કહીને તેમની બેગ લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, તાનાજી મૂવીમાં જેમ યોદ્ધાઓ જંગ લડવા જતા હતા તેમ તમે પણ તમારા જંગમાં સક્સેસ થઈને પાછા આવો તેવી શુભેચ્છા છે. આ ખરેખર બહુ ઉમદા કાર્ય છે.’’
ચિંતા તો બહુ થાય છે, ઊંઘ નથી આવતી, ટેન્શન રહે છે..

‘‘અત્યારે તેમની ચિંતા તો બહુ થાય છે. ત્રણ દિવસથી ઊંઘી શકી નથી. તેઓ હોસ્પિટલમાં પોઝિટિવ કેસની સાથે ટેકલ કરતા હોય એટલે સતત ચિંતા રહે છે. અધૂરામાં તેમને ઘરનું ભોજન પણ મળે નહીં, ત્યાં કેન્ટિન છે પણ ઘરનું જમવાનું એ ઘરનું. તેમને ત્યાં જમાડતું કોણ હશે તેની ચિંતા રહે છે. ખૂબ ચિંતા થાય છે. અમારે તો હજી સુધી કોઈ વીડિયોકોલ પણ નથી આવ્યો. તેમણે કહ્યું છે કે ફ્રી થઈશ એટલે કોલ કરીશ. આ ત્રણ દિવસમાં માંડ એકાદ-બે મિનિટ અમે વાત કરી હશે. કારણ કે તેઓ ત્યાં 24 કલાક પેશન્ટની સારવારમાં જ વ્યસ્ત રહે છે.’’
લોકોને એટલી જ સલાહ છે કે પ્રિકોશન રાખો, ઘરમાં રહો

‘‘અત્યારે તો મારે તેમને એટલી સલાહ આપવાની કે પ્રિકોશન રાખો અને પોતાનું ધ્યાન રાખજો. જમવામાં અને ફૂડમાં તેઓ ટાઈમ ટુ ટાઈમ રહે- મેડિસિન લે તે જ સલાહ આપવાની. જ્યારે સમાજ માટે મારે એટલું જ કહેવું છે કે અત્યારે સરકાર, પોલીસ, મીડિયાવાળા કહે છે કે તેમે ઘરમાં રહો, સલામત રહો તે સાચું છે. લોકોએ બહાર આવીને વાઈરસ ફેલાવામાં સહભાગી ન થવું જોઈએ. તમારે મેક્સિમમ સમય પરિવાર સાથે જ વિતાવવો જોઈએ. ખાલી ખોટું બહાર નિકળવાની જરૂર નથી.’’

મારી દિકરીઓને તેમના ડેડીની જ મોટીવેશનલ સ્ટોરી કહું છું

‘‘અત્યારે મારો તો આખો દિવસ ઘરમાં દિકરીઓની સંભાળ રાખવામાં જ જાય છે. તેમને સ્ટડી કરાવું છું અને પ્રોજેક્ટમાં હેલ્પ કરું છું. તેમને હું મોટિવેશનલ સ્ટોરી કહું છું અને ખાસ તો તેમના ડેડીની જ સ્ટોરી કહું છું કારણ કે મારા તો ઘરમાં જ મોટું એક્ઝામ્પલ છે તો બહાર જવાની ક્યાં જરૂર છે. મારી ડોટરમાં પણ અત્યારથી જ સેવાના બીજ રોપાઈ રહ્યા છે. તે બંને અત્યારથી જ પોઝિટિવ થિન્કિંગ ધરાવે છે.’’

નર્સિંગ સ્ટાફ વિના ડોક્ટર અધૂરા છે, તેમને પ્લીઝ હેરાન ન કરો

‘‘ડોક્ટરોના ફેમિલીને અંદરથી તો ડર જ હોય છે. આપણને કોરોનાના પેશન્ટનું નામ સાંભળીને ડર લાગે છે તો તેમને તો ત્યાં કામ કરવાનું હોય છે. પોઝિટિવ કેસ આવે એટલે અમને પણ ટેન્શન આવે છે કે સાહેબ ત્યાં હોય એટલે તેમના રૂમમાં હોય અને પોઝિટિવ પેશન્ટ સાથે રહીને ટ્રીટમેન્ટ કરવાની હોય એટલે ટફ છે.. ઈઝી નથી. આપણને હોસ્પિટલનું નામ લઈને કોઈ હે કે ત્યાં જવાનું છે તો પણ ડર લાગે છે. હું તો ખાસ નર્સિંગ સ્ટાફને પણ થેંક્સ કહીશ કારણ કે તેમના વગર તો ડોક્ટરો પણ અધૂરા છે. આવામાં નર્સિંગ સ્ટાફ રેન્ટ પર રહેતા હોય અને મકાન માલિક હેરાન કરતા હોય તો ના કરવા જોઈએ.’’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વંદનાબેન અને તેમની બે પુત્રીઓ.