Home Gujarati કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના પોઝિટિવ કેસોના નામ જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે...

કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના પોઝિટિવ કેસોના નામ જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

96
0

રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તમામ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યાં છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની હદમાં આવતા તમામ કોરોના વાઇરસના દર્દીઓના નામ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે નામ જાહેર કરવામાં આવે તો પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(નોંધઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી આ યાદી જાહેર જનતાના હિત માટે અહીં આપવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી વ્યક્તિ સરકારને તરત જાણ કરે એ કોર્પોરેશનનો અને દિવ્ય ભાસ્કરનો મૂળ આશય છે. જેનાથી અમદાવાદની પ્રજાનું હિત જોખમાય નહીં.)

અન્ય પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોઝિટિવ દર્દીના નામનું લિસ્ટ