Home Gujarati અમદાવાદમાં લોકોએ ફ્લેટની બાલ્કનીમાં ગરબાની રમઝટ બોલાવી

અમદાવાદમાં લોકોએ ફ્લેટની બાલ્કનીમાં ગરબાની રમઝટ બોલાવી

87
0


ગુજરાતીઓ માટે કહેવાય છે કે એ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખુશ રહેવાના રસ્તાઓ શોધી લે છે. એમાં પણ ગરબાની વાત આવે એટલે ગુજરાતીઓને પગ આપોઆપ થીરકવા લાગે છે. કોરોનાની મહામારીમાં પણ ગુજરાતીઓનો ગરબા રમતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદની જીવરાજ પાર્કની એક સોસાયટીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે લોકો મનભરીને ગરબે ધુમ્યા હતા. લોકડાઉનના કારણે લોકોએ પોત-પોતાના ફ્લેટની બાલ્કનીમાં જ ગરબા લીધા હતા. જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈએ હાથમાં દાંડિયા લઈને ગરબાની રમઝટ બોલાવી હતી. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ગરબા આવે એટલે ગુજરાતીઓેને રોકી રાખવા મુશ્કેલ જ નહીં નામૂમકીન છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


gujarati people play garba in flat balcony during lockdown