Home Gujarati ડી-માર્ટના કર્મચારીમાં કોરોના પોઝિટિવ આવતાં મોલ બંધ, ગ્રાહકો સહિતના 1569ને હોમ ક્વોરન્ટીન...

ડી-માર્ટના કર્મચારીમાં કોરોના પોઝિટિવ આવતાં મોલ બંધ, ગ્રાહકો સહિતના 1569ને હોમ ક્વોરન્ટીન કરાશે

96
0

શહેરમાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસનો આંકડો 12પર પહોંચ્યો છે. આજે બમરોલી વિસ્તારમાં એક 22 વર્ષના ડી માર્ટના કર્મચારી યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે.શહેરમાં એક વૃદ્ધનું મોત અને એક મહિલા રિકવર થઈ છે. હાલ સુરતમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસમાં વધારો ન થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન ગત રોજ શંકાસ્પદ લક્ષણો જણાતા એક વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપાર્ટ આવે તે પહેલા જ તેનું થયું હતું. જોકે, ત્યારબાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી. જ્યારે દિલ્હી તબ્લિક જમાતમાં સુરતનો માત્ર એક જ વ્યક્તિ ગયો હોવાનો સુરત પોલીસ કમિશનરે ખુલાસો કર્યો છે. જેથી સુરતના લોકોએ ડરવાનીજરૂર નથી. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે.

મોલમાં નોકરી કરતા યુવકને પોઝિટિવ આવતા ફફડાટ

બમરોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરામાં આવેલા ડી માર્ટમાં નોકરી કરતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આ યુવકને રાખવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી મોલમાં ગયેલા અથવા જતાં તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.શહેરમાં એક નવો કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 11 પર પહોંચ્યો છે. નેગેટિવ 118 નોંધાયા છે. છ વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે 14 શંકાસ્પદ નોંધાયા છે.

ડી માર્ટ મોલને બંધ કરી દેવાયો

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મોલના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા મોલને બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. સાથે જ મોલમાં છેલ્લા દિવસોમાં ખરીદી કરવા આવનારા 1400 લોકોને પણ હોમ ક્વોરન્ટીનમાં રહેવા માટે મેસેજ કરવામાં આવ્યાં છે.સાથે જ મોલમાં આવેલા લોકો કર્મચારીઓ સહિતના કુલ 1569 લોકોને હોમ ક્વોરન્ટીન કરાશે તેમ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.

મહિલા ઝાંસીથી આવી હતી

સુરતના રૂરલ વિસ્તારમાં વધુ એક 36 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી જિલ્લા વિસ્તારમાં આ બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચોર્યાસી તાલુકાની મહિલાને હાલ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાઈ છે. આ મહિલા મધ્યપ્રદેશના ચાંદેર અને ઉત્તરપ્રદેશના ઝાંસીથી આવી હતી.

તમામને ક્વોરન્ટીન કરાયાઃ પોલીસ કમિશનર

દિલ્હી તબ્લિક જમાતના કાર્યક્રમમાં સુરતના 72 વ્યક્તિઓ ગયા હોવાની યાદી મળી હતી. તપાસ કરતા તેમાંથી માત્ર એક જ વ્યક્તિ ગયો હોવાનો સુરત પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી તબ્લિક જમાત કાર્યક્રમ હતો તે વિસ્તારમાં સુરતના 72 લોકો પણ ગયા હતા. જેમાંથી એક જ વ્યકિત તબ્લિક જમાતના કાર્યક્રમમાં સામેલ થયો હતો. હાલ તમામને શોધી કાઢવામાં આવ્યા છે. 71 લોકો વેપારીઓ છે. તમામને હોમ ક્વોરન્ટીન કરાયા છે.

ગેર સમજ દૂર કરવાની જરૂર હતીઃ પોલીસ કમિશનર

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, દિલ્હીથી 72 લોકોની યાદી આવી હતી. જેમાં મોબાઈલ સર્વેલન્સના કારણે નિઝામુદ્દીન મરકજમાં હાજર લોકોની યાદી આવી હતી. ગેર સમજ દૂર કરવાની જરૂર હતી. 72માંથી 71 વેપારીઓ હતા જ્યારે અન્ય એક જ તબ્લિક જમાતના કાર્યક્રમમાં જોડાયો હતો. જે પૈકીના કેટલાકનેક્વોરન્ટીન કરાયા તે સાવચેતીનું પગલું છે. હાલ પોલીસ તપાસનો વિષય છે એ કામ કરી રહ્યું છે.
લોકો રાસન લેવા ઉમટી પડ્યા

આજથી રાસનકાર્ડધારકોને સસ્તા અનાજની દુકાન પર રાસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. સવારથી લોકો રાસન લેવા ઉમટી પડ્યા છે. જ્યારે દવાના છંટકાવ માટે રાજકોટથી મશિન લાવવામાં આવ્યું છે. જેથી સુરતમાં ઝડપથી સેનિટાઈઝની કામગીરી થશે.

મૃતક 83 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત

ભટાર વિસ્તારમાં રહેતા 83 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ગત રોજ સિવિલહોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન વૃદ્ધનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. જોકે, ત્યારબાદ તેમનો રિપોર્ટનેગેટીવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી.

વધુ એક પોઝિટિવથી આકંડો 10 થયો

સિંગણપોરમાં રહેતો 29 વર્ષીય યુવક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 29 ફેબ્રુઆરીએ તે દુબઇથી આવ્યો હતો. 15, 16 અને 17 માર્ચે ઘોડદોડ રોડ રહેતા પોઝિટિવ દર્દીના સંપર્કમાં રહ્યો હતો. સોમવારે તેને શંકાસ્પદ લક્ષણો જણાતા સ્મીમેરમાં દાખલ કરાયો હતો. આ યુવકનો મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મંગળવારે કુલ 19 શંકાસ્પદ દર્દીઓ પણ સામે આવ્યા હતા. જ્યારે ગઈકાલના પેન્ડિંગ 4 સહિત કુલ 23 માંથી 17નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ 6 વ્યકિતના રિપોર્ટ પેન્ડિંગ છે.

પરિવારના સભ્યો સહિત 13 ક્વોરન્ટીન

સિંગણપોરના 29 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘોડદોડ રોડ કરીમાબાદના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આ યુવક આવ્યો હતો. કરીમાબાદના યુવકે જે તે સમયે તેની હિસ્ટ્રીમાં આ યુવકની માહિતી આપી ન હતી. જેથી તેને ક્વોરન્ટીન પણ કરી શકાયો ન હતો. આ યુવક અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની પગલે આરોગ્ય વિભાગે હાલ પરિવારના સભ્યો સહિત 13ને ક્વોરન્ટીન કર્યાં છે.

રાંદેરમાં માસ ક્વોરન્ટીન-પાલિકા કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાંદેરમાં ગઈકાલે મળેલા પોઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. સાથે જ બેરીકેટ પણ મુકાશે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવશે.

દિલ્હી 76 સુરતીઓ ગયા હતાં

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, દિલ્હી 76 સુરતીઓ ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શહેરમાં ગઈકાલ બાદ આજે 22 વર્ષના યુવકમાં રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે.


દિલ્હીથી 72 વ્યક્તિ પરત ફર્યા હતા


રાજકોટથી લવાયેલા સેનિટાઈઝ મશિનથી વધુ ઝડપથી કામગીરી થશે


સસ્તા અનાજની દુકાનો પર લોકોને રાશન આપવાની શરૂઆત