Home Gujarati કસ્ટમ અધિકારીઓને કારના દરવાજામાંથી સિક્કા આકારના 5000 કાચબા મળ્યા

કસ્ટમ અધિકારીઓને કારના દરવાજામાંથી સિક્કા આકારના 5000 કાચબા મળ્યા

125
0

આર્ટવિન: જ્યોર્જિયા સીમાની નજીક તુર્કી દેશના ઉત્તર પૂર્વીય શહેર આર્ટવિનમાં કસ્ટમ અધિકારીઓને મંગળવારે 5 હજાર નાના કાચબા મળ્યા છે. આ કાચબા કારના દરવાજામાં હતા. અધિકારીઓને સ્મગલિંગની સૂચના મળી હતી. તપાસ દરમિયાન કારના દરવાજા ખોલીને જોયું તો તેઓ હેરાન રહી ગયા હતા. કારના પેસેન્જર ડોરમાં નાના જીવોને ભરીને રાખ્યા હતા. આ કાચબાનું કદ સિક્કા જેટલું જ છે. સોશિયલ મીડિયામાં કસ્ટમ અધિકારીઓનો કાચબાને બહાર નીકાળી રહેલો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કાચબાના સ્મગલિંગ માટે રશિયાનો પાસપોર્ટ ધરાવતા આરોપી પર 78 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ કાચબાને વન સંરક્ષણ અને રાષ્ટ્રી ઉદ્યાન કાર્યાલયમાં પહોંચાડી દીધા છે.

કસ્ટમ અધિકારીઓએ કહ્યું કે, કાચબાને કારની ડોર ફ્રેમમાં બોક્સમાં એકસાથે ભર્યા હતા. તેમાં સૌથી નીચે દબાઈ ગયેલા 6 કાચબા ચાલી શકતા નથી. દરેક કાચબાને તે બોક્સમાંથી કાઢીને પાણીથી ભરપૂર ડબ્બામાં ભર્યા હતા. આની પહેલાં નવેમ્બર, 2019માં 3400 કાચબાને બચાવવામાં આવ્યા હતા. તે સમયે કાચબાઓને પિઝા બોક્સમાં ભરીને રાખ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


More than 5,000 tiny turtles discovered hidden in a car on Turkish border