Home Gujarati ઓક્સફર્ડ ડિક્શનરીમાં 26 નવા ભારતીય શબ્દ સામેલ કરવામાં આવ્યા, આધાર, શાદી, ડબ્બા...

ઓક્સફર્ડ ડિક્શનરીમાં 26 નવા ભારતીય શબ્દ સામેલ કરવામાં આવ્યા, આધાર, શાદી, ડબ્બા જેવા શબ્દો સામેલ

119
0

નવી દિલ્હીઃ ઓક્સફર્ડ ડિક્શનરીના તાજેતરમાં પ્રકાશિત થયેલા નવા એડિશનમાં આધાર, ચાલી, ડબ્બા, હડતાળ અને શાદી જેવા 26 નવા ભારતીય શબ્દ સામેલ કરવામાં આવ્યા છે. ડિક્શનરીની આ 10મી એડિશનમાં કુલ 384 ભારતીય શબ્દ સામેલ છે.

શુક્રવારે લૉન્ચ કરાયેલી આ એડિશનમાં ચેટબોટ, ફેક ન્યૂઝ અને માઇક્રોપ્લાસ્ટિક જેવા કુલ 1 હજાર નવા શબ્દો સામેલ કરવામાં આવ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના મેનેજિંગ ડિરેક્ટર ફાતિમા દાદાના જણાવ્યા પ્રમાણે, તેમાંથી 22 શબ્દ ડિક્શનરીની પ્રિન્ટ એડિશનમાં જ્યારે બીજા 4 ડિજિટલ એડિશનમાં સામેલ કરવામાં આવ્યા છે. અન્ય કેટલાક નવા ભારતીય શબ્દોમાં આન્ટી, બસ સ્ટેન્ડ, ડીમ્ડ યુનિવર્સિટી, એફઆઇઆર, નોન-વેજ, રિડ્રેસલ, ટેમ્પો, ટ્યૂબલાઇટ, વેજ અને વીડિયોગ્રાફ પણ સામેલ છે. ડિક્શનરીની ઓનલાઇન એડિશનમાં ચાર નવા ભારતીય શબ્દ કરંટ, લુટેરા, લૂટપાટ અને ઉપજિલા પણ સામેલ છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં વિવિધ ભારતીય શબ્દોનો રેગ્યુલરલી સામેલ થતા રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Oxford Dictionary introduces 26 new Indian words, including words like Aadhar, Shadi, Dabba