Home Gujarati એક સમયે દુનિયાનો સૌથી મેદસ્વી છોકરો ગણાતા આર્ય પરમાનાએ 4 વર્ષમાં 110...

એક સમયે દુનિયાનો સૌથી મેદસ્વી છોકરો ગણાતા આર્ય પરમાનાએ 4 વર્ષમાં 110 કિલોગ્રામ ઓછું કર્યું

128
0

જકાર્તા: 193 કિલોગ્રામ વજન સાથે એક સમયે દુનિયાનોસૌથી મેદસ્વી છોકરા તરીકે સ્થાન પામનાર ઇન્ડોનેશિયાના જકાર્તામાં રહેતા આર્ય પરમાનાએ 110 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે. 14 વર્ષના આર્ય પરમાનાનું હાલ વજન 83 કિલોગ્રામ છે. વર્ષ 2016માં તેનું વજન 193 કિલોગ્રામ હતું. સોશિયલ મીડિયા પર આર્ય પરમાનાના ટ્રેનર અદે રોયે કેટલીક તસવીરો શેર કરી છે.

આર્યના ટ્રેનર અદેએ આર્ય સાથે તેની પ્રથમ મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો વર્ષ 2016નો છે ત્યારે આર્યનું વજન 193 કિલોગ્રામ હતું.અદેના જણાવ્યા અનુસાર આર્યના માતાપિતાને આર્યની દિનચર્યા સંતુલિત આહાર વિશે માહિતી આપી હતી. અદેએ આર્યને વજન ઓછું કરવા માટે શરૂઆતમાં નાના ટાસ્ક આપ્યા હતા. તેમાં ઉઠક બેઠક અને પંચિંગ બેગ સામેલ છે. ત્યારબાદ અદેએ આર્યને વેટલિફ્ટિંગ માટે તૈયાર કર્યો હતો.

આર્યના પિતાના જણાવ્યા અનુસાર બેરિએટ્રિક સર્જરી, ડાયટ અને નિયમિત એક્સર્સાઇઝથી આર્યને વજન ઓછું કરવામાં સફળતા મળી છે. આર્યની એક સર્જરી કરવામાં આવી છે. તેના શરીર પર લટકતી વધારાની ચામડી દૂર કરવા માટે વધુ 2 સર્જરી કરવામાં આવશે.

2 વર્ષમાં 88 કિલોગ્રામ વજન ઓછું કર્યું
આર્યની એક સર્જરી પછી તેનું વજન 150 કિલોગ્રામથી ઘટીને 87 કિલોગ્રામ પર પહોચ્યું હતું. આર્યના માતાપિતાના જણાવ્યા અનુસાર આર્યનું જન્મ સમયે વજન 3.5 કિલોગ્રામ હતું. વર્ષ 2016માં તેનું વજન નિયંત્રણની બહાર થયું હતું. આર્ય જ્યારે 8 વર્ષનો હતો ત્યારથી તેને વધારે ભૂખ લાગતી હતી. તેને લીધે સતત તેનાં વજનમાં વધારો આવ્યો હતો. 2 વર્ષની અંદર 88 કિલોગ્રામ વજન વધવાથી તે દુનિયાનો સૌથી મેદસ્વી છોકરો બન્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Arya Parmana, once considered the world’s obese boy, reduced 110kg in 4 years in Indonesia


Arya Parmana, once considered the world’s obese boy, reduced 110kg in 4 years in Indonesia