Home Gujarati નૌકાદળના સૈનિકોને સન્માનિત કરવા માટેના પદકો મધ્ય પ્રદેશના પીથમપુરમાં તૈયાર થાય છે

નૌકાદળના સૈનિકોને સન્માનિત કરવા માટેના પદકો મધ્ય પ્રદેશના પીથમપુરમાં તૈયાર થાય છે

118
0

ઈન્દોર: દેશનું નૌકાદળ વિશ્વનું પાંચમું સૌથી મોટું નૌકાદળ છે. તેમાં 60 હજારથી વધારે સૈનિકો સામેલ છે. દેશની સેવા કરતી વખતે બહાદુરી, સમર્પણ અને ત્યાગ માટે સૈનિકોને દર વર્ષે વિવિધ અવસરો પર પદકોથી સન્માનિત કરવામાં આવે છે. આ પદકો મધ્ય પ્રદેશના પીથમપુરમાં તૈયાર થાય છે.

5 હજાર કિલો ધાતુનો ઉપયોગ

  • નૌકાદળના સૈનિકોને સન્માનિત કરવા માટે ઉપયોગી પદકો મિત્તલ અપ્લાસન્સ લિમિટેડ કંપની બનાવે છે. આ પદકો બનાવવા માટે ચાંદી, ક્યૂપ્રો નિકલ સહિતની ધાતુઓનો ઉપયોગ થાય છે.
  • કંપનીના ચેરમેન દિનેશ મિત્તલના જણાવ્યા અનુસાર કંપનીને 60 હજાર પદક બનાવવા માટેના સૂચન મળ્યા છે. એક પદકનું વજન 35 ગ્રામ હોય છે. આ તમામ પદકો બનાવવા માટે આશરે 5 હજાર કિલો ધાતુનો ઉપયોગ થાય છે. 1 દિવસમાં 6 હજાર પદક બનાવી શકાય છે.
  • નાઈન યર્સ લોન્ગ સર્વિસ મેડલ, 20 યર્સ લોન્ગ સર્વિસ મેડલ, 30 યર્સ લોન્ગ સર્વિસ મેડલ, વિદેશ સેવા મેડલ, સૈન્ય સેવા મેડલ, સામાન્ય સેવા મેડલ, સ્પેશલ સર્વિસ મેડલ, લોન્ગ સર્વિસ એન્ડ ગુડ કન્ડક્ટ મેડલ, મેરિટોરિયસ સર્વિસ મેડલ, વાઉન્ડ મેડલ, 50 યર્સ ઈન્ડિપેન્ડેન્સ મેડલ સહિતના અનેક મેડલ તૈયાર થાય છે.

દરેક પદક માટે અલગ ચિન્હ
પદક બનાવવા માટે ખૂબ જ સાવધાની રાખવામાં આવે છે. નૌસેના દ્વારા દરેક પદક માટે અલગ ચિન્હ નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ તમામ પદકોનું વજન પણ એકસરખું હોવું જરૂરી છે. પદક બનાવતી વખતે તેને હાંસલ કરનારા સૈનિકનું નામ લખવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Medals honoring Navy personnel are ready in Pithampur, Madhya Pradesh