Home Gujarati ઈલેક્શન કમિશને 64 વર્ષની વ્યક્તિના વોટર ID કાર્ડ પર તેમના ફોટાને બદલે...

ઈલેક્શન કમિશને 64 વર્ષની વ્યક્તિના વોટર ID કાર્ડ પર તેમના ફોટાને બદલે કૂતરાનો ફોટો છાપ્યો

120
0

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામનગર હમણાં રહેવાસી સુનિલ કર્મકર પોતાનું વોટર આઈડી કાર્ડ જોઈને મૂંઝવણમાં પડી ગયા હતા. ભારતીય ચૂંટણી પંચે તેમના આઈડી કાર્ડ પર તેમના ફોટાની જગ્યાએ કૂતરાનો ફોટો છાપી દીધો છે. સુનિલે આ મજાક બદલ ચૂંટણી પંચ વિરુદ્ધ કેસ કરવાનો નિર્ણય લીધો છે.

64 વર્ષીય સુનિલે કહ્યું કે, થોડા દિવસ પહેલાં મારું વોટર આઈ ડી કાર્ડ બનીને આવ્યું હતું. તેમાં અમુક ભૂલો હોવાથી મેં સુધારવા માટે અરજી કરી હતી. મંગળવારે જ્યારે નવું કાર્ડ બનીને આવ્યું ત્યારે તેમાં મારા ફોટાની જગ્યાએ કૂતરાનો ફોટો હતો. મને અપમાનિત કરી શકે એટલે આ ભૂલ કોઈકે હાથે કરીને કરી છે. લોકોએ મારી મજાક ઉડાવી, આથી ચૂંટણી પંચને કોર્ટ સુધી લઈ જવાનો મેં નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ મતદાતાના આઈડી કાર્ડની ખામી સુધારવામાં સામેલ અધિકારી રાજર્ષિ ચક્રવર્તીએ કહ્યું કે, સુનિલના વોટર કાર્ડ પર કૂતરાનો કેવી રીતે આવ્યો તે અમને ખબર નથી, પણ ટૂંક સમયમાં તેમના ફોટાવાળું વોટર કાર્ડ આપવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Photo of dog printed on voter card, victim will file a defamation case on Election Commission


Photo of dog printed on voter card, victim will file a defamation case on Election Commission