Home Gujarati ઉબર કેબના ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવતા મહિલા પેસેન્જરે 150 કિમી સુધી કાર...

ઉબર કેબના ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવતા મહિલા પેસેન્જરે 150 કિમી સુધી કાર ચલાવી

178
0

પુણે: મહારાષ્ટ્રમાં એક મહિલા પેસેન્જરને ઉબર કારનો ડ્રાઈવર ઊંઘી જતા જાતે ચલાવવાનો વારો આવ્યો હતો. તેજસ્વીનીએ પુણેથી 150 કિલોમીટર દૂર મુંબઈ જવા માટે ઉબર કેબ બુક કરી હતી. રસ્તામાં જ ડ્રાઈવરને ઊંઘ આવવા લાગી, આથી મહિલાએ જાતે સ્ટિયરિંગ સાંભળ્યું અને કાર ચલાવી મુંબઈ પહોંચી.

આ ઘટના 21 ફેબ્રુઆરીની છે, પણ 28 વર્ષીય તેજસ્વીની દિવ્યાએ હાલ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતા આખી ઘટના સામે આવી છે.તેણે વીડિયોની મદદથી ઉબર કંપનીના ડ્રાઈવરની ફરિયાદ પણ કરી છે. તેજસ્વીનીએ કહ્યું કે, મેં પુણેથી મુંબઈ જવા કેબ બુક કરી હતી. શરૂઆતમાં ડ્રાઈવર ફોન પર કોઈકની સાથે વાતો કરી રહ્યો હતો. મેં તેને ફોન પર વાત કરવાની વાત પર ટોક્યો તો તેને ઊંઘ આવવા લાગી. એક વખત તો અમારો અકસ્માત થતા-થતા રહી ગયો. મેં ડ્રાઈવરને કહ્યું કે જો તેને ઊંઘવું જ હોય તો કાર હું ચલાવી લઉં. પહેલાં તો તેણે ના પાડી પણ પછી તે સૂઈ ગયો.

વધુમાં તેજસ્વીનીએ કહ્યું કે, જ્યારે અડધા કલાકનો રસ્તો બાકી હતો ત્યારે ડ્રાઈવર ઊઠી ગયો અને કાર ચલાવવા લાગ્યો. મારી ફરિયાદને લીધે તે ડ્રાઈવરને કંપનીએ સસ્પેન્ડ કર્યો છે. ઉબર કંપનીએ આ ઘટના પર પેસેન્જરની માફી પણ માગી છે. તેજસ્વીની એક લેખિકા છે, જે ફિલ્મોમાં સ્ક્રિપ્ટ લખે છે, તેણે ડ્રાઈવરની પોલ ખોલવા માટે ફોટો અને વીડિયો રેકોર્ડ કર્યા હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


This Woman Drove an Uber From Pune to Mumbai After Her Driver Fell Asleep at the Wheel


This Woman Drove an Uber From Pune to Mumbai After Her Driver Fell Asleep at the Wheel


This Woman Drove an Uber From Pune to Mumbai After Her Driver Fell Asleep at the Wheel