ઈસ્લામાબાદ: પાકિસ્તાનનની ન્યૂઝ ચેનલનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર જોર વાઈરલ થઈ રહ્યો છે. ચાલુ ડિબેટમાં એક મંત્રીની ખુરશી અચાનક તૂટી ગઈ હતી.
આ ઘટના દુનિયા ન્યૂઝ ચેનલની છે. એન્કર સિદા આયેશા નાઝ લાઈક શોમાં 4 મંત્રી સાથે પીએમ ઈમરાન ખાને દેશ પર લાદેલા નિયમો પર ડિબેટ કરી રહી હતી. તે દરમિયાન એક મંત્રીની ખુરશી તૂટી ગઈ અને એન્કરે તાબડતોડ બ્રેક લઈ લીધો હતો. લાઈવ શોમાં ખુરશી તૂટતા મંત્રી નીચે પડી ગયા હતા.
Oh my god. pic.twitter.com/K2B1OCtO4L
— Naila Inayat नायला इनायत (@nailainayat) March 1, 2020
નાઈલા ઇનાયત નામની ટ્વિટર યુઝરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 63 હજારથી વધારે લોકોએ જોયો છે.