Home Gujarati આંધ્ર પ્રદેશમાં દેશનું પ્રથમ ‘દિશા’ મહિલા પોલીસ સ્ટેશન ખુલ્યું

આંધ્ર પ્રદેશમાં દેશનું પ્રથમ ‘દિશા’ મહિલા પોલીસ સ્ટેશન ખુલ્યું

121
0

વિજયવાડા: આંધ્ર પ્રદેશ સરકારે મહિલા સુરક્ષાને લઈને એક પહેલ કરી છે. રાજમંદુરી શહેરમાં દેશનું પ્રથમ ‘દિશા’ મહિલા પોલીસ સ્ટેશન ખુલ્યું છે. આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન આંધ્ર પ્રદેશના સીએમ મોહન રેડ્ડીએ કર્યું હતું. આ પહેલ બાદ રાજ્યમાં આવા બીજા 18 પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે. આ પોલીસ સ્ટેશન 24 કલાક કામ કરશે. તેનો કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. અહીં કુલ 52 પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.

આ પોલીસ સ્ટેશનનું નામ તેલંગાણામાં ગયા વર્ષે મોતને ભેટેલી દુષ્કર્મ પીડિતા દિશા પરથી રાખવામાં આવ્યું છે. ડીજીપી ગૌતમ સ્વાંગે જણાવ્યું કે, તેલંગાણામાં ડિસેમ્બર મહિનામાં ‘દિશા’પર થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે સીએમે દિશા એક્ટ લાવવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, દુષ્કર્મ અને હત્યાના આરોપીને 21 દિવસમાં મોતની સજા આપવા માટે દિશા એક્ટ 2019 કાનૂન બનાવવામાં આવશે. આંધ્ર સરકારે દિશા એક્ટ-2019ના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ પાસે પણ મોકલ્યો હતો.

‘દિશા’ પોલીસ સ્ટેશનમાં કેસની તપાસ ઉપરાંત ફોરેન્સિક લેબ અને વિશેષ અદાલત પણ હશે. કોર્ટમાં 21 દિવસમાં કેસની સુનાવણી પૂરી કરવામાં આવશે. આરોપીને દિશા કાનૂન અનુસાર કાર્યવાહી કરીને કડક સજા ફટકારવામાં આવશે. આ ઉપરાંત દિશા એપ અને મહિલાઓની સુરક્ષા માટે વિશેષ કન્ટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Country’s first ‘Disha’ women police station opened, 52 policemen deployed