Home Gujarati અમદાવાદ જિલ્લા પંચાયતની 31મી માર્ચે મળનારી બજેટ બેઠક રદ કરવા કોંગ્રેસની માગ

અમદાવાદ જિલ્લા પંચાયતની 31મી માર્ચે મળનારી બજેટ બેઠક રદ કરવા કોંગ્રેસની માગ

96
0

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને લીધે હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ હોવાનું આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત ના બજેટ માટે આગામી 31મી માર્ચે સામાન્ય સભા મળનાર છે. બીજી તરફ કોરોનાને લીધે જિલ્લા પંચાયતના સભ્યોમા ભારે દહેશત છે. આ બેઠકમાં મોટાભાગના સભ્યો ઉપસ્થિત નહીં રહે તેવી જાહેરાત પણ કરી છે. આમ છતા જીલ્લા પંચાયતના ભાજપના સત્તાધીશોએ આ બેઠક રદ કરવા હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અમરસિંહ સોલંકી એ કહ્યું કે આ બેઠક રદ્દ કરવા ડીડીઓ સમક્ષ માંગ કરી છે.

કોરોના વાયરસની દહેશત વચ્ચે આ બેઠક બોલાવી જોઈએ નહીં ભાજપના સત્તાધીશોએ જાણી જોઈને 31મી માર્ચે બેઠક બોલાવી છે. સભ્યોની ઓછી હાજરી રહે તેવું ભાજપના સત્તાધીશો ઇચ્છી રહ્યા છે. ભાજપના સત્તાધીશો પોતાનો લાભ ખાટવા આ સ્થિતિમાં બેઠક બોલાવવા મક્કમ છે. જેને લઇને ભારે વિરોધ થયો છે તેમણે કહ્યું કે કોરોના સામે લડવા સ્વભંડોળમાંથી જરૂર પડે બજેટ વાપરવું જોઈએ. જિલ્લાના લોકોમાં હજી પણ કોરોનાને લઈને જાગૃતતા નથી આવી સ્થિતિમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ પોતાના વિસ્તારમાં ફરી આ વાઇરસ સોંગ લોકોને ગંભીરતા દાખવવી સમજાવવા જોઈએ ભાજપના સત્તાધીશો અને પ્રજાની પડી નથી માત્ર બજેટ પાસ કરાવવા ની પડી છે.

એટલે જ બજેટ બેઠક બોલાવવા હવાતિયા મારી રહ્યા છે. ચીનમાં થયેલા વાઇરસની ભારતમા અસર થઇ હોવાની જાણ છતાં બજેટ બેઠક સમયસર બોલાવવામાં આવી નથી. ભાજપના સત્તાધીશોએ ભારે લાપરવાહી દાખવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત દેશભરમાં લોકડાઉનનો માહોલ છે. નાગરિકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની સાફ મનાઇ છે. ત્યારે 31મી માર્ચના રોજ ભાજપે બજેટ બેઠક બોલાવી હોવાથી આ બેઠક મોકુફ રાખવા કોંગ્રેસ માગ કરી રહ્યું છે. જોકેે, ભાજપે આ બેઠક પોતાના લાભ માટે બોલાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે. બેઠક મળશે તો તોફાની બનવાની શંકા સેવાઇ રહી છે.

બેઠક માટે જિલ્લા કલેકટરનો અભિપ્રાય માંગ્યો છે
જીતેન્દ્રસિંહ ચૌહાણ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખગત 22મી માર્ચે બજેટ બેઠક ની તારીખ કઈ હતી આ પછી 24મી માર્ચ થી lockdown ની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં બજેટ બેઠક બોલાવાય કે નહીં તેના માટે જિલ્લા કલેકટર નો અભિપ્રાય માંગ્યો છે. આવતીકાલ સુધીમાં અભિપ્રાય આવી જશે બજેટ બેઠક બોલાવી જરૂરી છે બેઠક માટે મંજૂરી મળશે તો બેઠકમાં દરેક સભ્યો વચ્ચે એક મીટરનું અંતર રખાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Congress demands cancellation of Ahmedabad district panchayat’s March 31 budget meeting