Home Gujarati લોકડાઉનનો ભંગ કરનાર 35થી વધુ સામે ગુનો નોંધાયો, 135થી વધુની ધરપકડ

લોકડાઉનનો ભંગ કરનાર 35થી વધુ સામે ગુનો નોંધાયો, 135થી વધુની ધરપકડ

96
0

અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી બચવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉનને પગલે રાજ્યમાં CRPC 144 કલમ લાગુ કરવામાં આવી છે. ઘરની બહાર કામ વગર ન નીકળવા લોકોને સૂચના આપવામાં આવી છે. છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળે છે. જેથી અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 35થી વધુ ગુના નોંધાયા છે અને 135થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુરમાં પોલીસ આવા ટોળાશાહી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

હોમકવોરોન્ટાઇન રાખેલાને 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના
અમદાવાદમાં અનેક લોકોને હોમકવોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટમાં હોમક્વોરોન્ટાઇન કરાયેલી એક વ્યક્તિ ફ્લેટની નીચે ઉભેલો હતો તેને બહાર ન નીકળવા સૂચના હોવા છતાં બહાર નીકળતા રહીશોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. પોલીસે 54 વર્ષીય વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


break Ahmedabad lockdown rules, More than 135 people arrested