Home Gujarati વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ગમે ત્યાં થૂંકે છે, કર્મી પર પણ...

વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ગમે ત્યાં થૂંકે છે, કર્મી પર પણ થૂંકયો

136
0

દિલ્હીમાં તબ્લીગી જમાતીઓ પરથી દુષ્પ્રેરણા લઇને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોઝિટિવ દર્દીઓ પણ ગમે ત્યાં થૂંકવાની હીનમાનસિકતા બતાવી રહ્યાં છે અને તેને લઇને ગંભીર ફરિયાદો ઊઠી છે. આ દર્દીઓએ બાલ્કનીમાંથી થૂંકવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં હોસ્પિટલના લિફ્ટનીઆસપાસની પગથિયામાં પણ થૂકવાનું ચાલુ કરીને પોતાના હલકા પ્રકારના મનસૂબા સ્પષ્ટ કરી દીધા છે. હદ તો ત્યારે થઇ જ્યારે રવિવારે એક પોઝિટિવ દર્દીએબાલ્કનીમાંથીસેનેટરી વિભાગના એક સુપરવાઇઝર પર થૂંક્યો હતો. થૂંક પડવાથી ગભરાયેલા સુપરવાઇઝરે હોસ્પિટલના આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરીહતી. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા આવા બદઇરાદા ધરાવતા તત્વોને કાબૂમાં રાખવા પોલીસ બોલાવી હતી. અને પોલીસ બંદોબસ્ત વધારવા અંગેનું સૂચન કર્યું હતું.

રાજકોટના જંગલેશ્વરમાંથી નીકળતા કચરાનો બાયોમેડિકલ વેસ્ટની ભઠ્ઠીમાં નાશ કરાશે
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીના ઘરમાંથી નીકળતા કચરાનો દવાખાનામાંથી નીકળતો બાયોમેડિકલ વેસ્ટનો જ્યાં નિકાલ થાય છે તે કુવાડવા રોડ સ્થિતબાયોમેડિકલ વેસ્ટની ભઠ્ઠીમાં નિકાલ કરાય છે. જંગલેશ્વર વિસ્તારમાં પરિવારેના મહાનગરપાલિકા દ્વારા આ માટે પીળા રંગની ખાસ થેલીઓ અપાઈ છે.

સુરતમાં વધુ 3 વ્યક્તિને કોરોના પોઝિટિવ, 3ના રિપોર્ટ પેન્ડિંગ, 1 વ્યક્તિ ડિસ્ચાર્જ
રવિવારે સુરતમાં વધુ 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ હતી.અત્યારસુધીમાં શહેરમાં કુલ 332 લોકો શંકાસ્પદ નોંધાયા છે જે પૈકી 29નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.300 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જયારે 3 લોકોના રિપોર્ટઆવવાના બાકી છે.શનિવારે મોડી રાત્રે 2 અને રવિવારે 1 વ્યક્તિને સાજો કરી ઘરે મોકલવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટમાં કુવાડવા રોડ સ્થિત બાયોમેડિકલ વેસ્ટની ભઠ્ઠીમાં નિકાલ કરાય છે