Home Gujarati રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ થઈ શકે છે, તેને કેવી રીતે મેન્ટેઇન...

રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ થઈ શકે છે, તેને કેવી રીતે મેન્ટેઇન કરીશું એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો

120
0

કોરોના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન 14 એપ્રિલે પૂરું થવાનું હતું. લૉકડાઉન લંબાવવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. દરમ્યાન રેલવેએટ્રેનો શરૂ કરવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. તેમાં સૌથી પહેલા એ ચકાસવામાં આવી રહ્યું છે કે ટ્રેનો શરૂ થી તો સ્ટેશનો પર કેટલી ભીડ એકત્ર થઈ સકે છે.એક અનુમાન મુજબ પોતાના વતન જવા માટે 4 લાખ સુધી લોકો માત્ર સુરત સ્ટેશને ભેગા થઈ શકે છે. હવે પડકાર એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો વચ્ચેસોશિયલ ડિસ્ટન્સીંગ કેવી રીતે મેન્ટેન કરવામાં આવે. બીજી તરફ મુશ્કેલી એ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના 1700 અને ગુજરાતમાં અંદાજે 500 કેસ સામે આવીચૂક્યા છે. આ જ મોટા રાજ્યોમાંથી ટ્રેનો શરૂ થતી હોય છે. આ વિસ્તારો રેડ ઝોનમાં આવે છે. તેથી ટ્રેનો દોડાવવી મુશ્કેલ છે. આ બાબતો આરપીએફ દ્વારા કરવામાંઆવી રહેલા સરવેમાં બહાર આવી છે.

સુરત સ્ટેશન પર 4 લાખ લોકોની ભીડ એકત્ર થઈ શકે છે
સુરતમાં ઉત્તર ભારતીયોની સંખ્યા 25 લાખ જેટલી છે. જેમાંથી અંદાજે 4 લાખ લોકો માઇગ્રેટ થાય એવી સંભાવના છે. આ સ્થિતિમાં સ્ટેશન પર મોટી સંખ્યામાંલોકો ભેગા થઈ શકે એમ છે. આ સરવે રિપોર્ટ આરપીએફ દ્વારા ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે. એ પછી લોકોને કન્ટ્રોલ કરવા માટે શું ઉપાયો કરવા એઅંગે ચર્ચા કરાશે.

ડિસ્ટન્સ જાળવવા માટે આ સૂચનો આવ્યા

  • એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સીંગ માટે ટ્રેનોમાં જનરલ કોચ નહીં હોય. માત્ર રિઝર્વેશન કોચ જ હશે.
  • અડધી સીટો પર જ પ્રવાસ થશે. વેઇટીંગ પ્રવાસીઓ પર નિયંત્રણ.
  • પ્રવાસીઓને વહેલા બોલાવીને તેમનું થર્મલ સ્ક્રીનીંગ થશે.

ટ્રેનો શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે રેલવે બોર્ડ અને મંત્રાલય દ્વારા ટ્રેનો શરૂ કરવા અંગે હાલ કોઈ દિશાનિર્દેશ અપાયો નથી. તેથી અત્યારેટ્રેનો શરૂ થવાની સંભાવના નથી. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયું છે.

ફ્લાઇટ ઓપરેશન શરૂ થવાની આશા, સોશિયલ ડિસ્ટન્સિંગની તૈયારી શરૂ
સુરત એરપોર્ટ પર ટીકિટ વિન્ડો, બોર્ડિંગ પાસ માટે એક એક મીટરનું અંતર રાખવાના ચિહ્નો મુકવામાં આવ્યા છે. સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈનીએજણાવ્યું હતું કે અત્યારે નિર્ણય નથી લેવાયો પણ અમે તૈયારી શરૂ કરી દીધી છે. જ્યારે સ્પાઇસ જેટના પ્રવકત્તા આનંદ દેવરાએ જણાવ્યું હતું કે 15 એપ્રિલથીબુકિંગ ઓપન છે. 15 એપ્રિલથી વિમાનોનું સંચાન થશે કે નહીં એ અંગે ડીજીસીએ દ્વારા નિર્ણય લેવાશે. જે પ્રવાસીઓનું બુકિંગ 15 એપ્રિલ પછી છે તેઓ પોતાનીટીકિટ રદ ન કરાવે. કારણ કે કેન્સલેશન ચાર્જીસ લાગશે. તેથી જે નિર્ણય લેવાશે એ મુજબ ટીકિટ ઓટોમેટીક રદ થઈ જશે અને રિફંડ જમા થશે. પ્રવાસીઓએ 14એપ્રિલ સુધી રાહ જોવી જોઈએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સુરત એરપોર્ટ પર ટીકિટ વિન્ડો, બોર્ડિંગ પાસ માટે એક એક મીટરનું અંતર રાખવાના ચિહ્નો મુકવામાં આવ્યા છે