Home Gujarati તાની યુવાવસ્થામાં જ્યારે કોઇ કહેતું હતું કે ‘મને શોર્ટ કટ

તાની યુવાવસ્થામાં જ્યારે કોઇ કહેતું હતું કે ‘મને શોર્ટ કટ

257
0


તાની યુવાવસ્થામાં જ્યારે કોઇ કહેતું હતું કે ‘મને શોર્ટ કટ ખબર છે’તો મને એ વાત ખૂબ ખરાબ લાગતી હતી. એ દિવસોમાં પરિવારમાં પહેલું વેસ્પા સ્કૂટર લાવનાર મારો એક ભાઇ આ પ્રકારના ‘શોર્ટકટ’માટે જાણિતો હતો. એવું એટલા માટે પણ હતું કે ્એક બાજુ તે તમામ રસ્તાઓના શોર્ટકટ જાણતો હતો, પણ બીજી બાજુ તે અમને મંજિલ સુધી પહોંચાડવામાં કાયમ સમય વધુ લેતો હતો.જ્યારે પણ મુંબઇમાં તેનું સ્કૂટર ટ્રાફિક જામમાં ફસાઇ જતું તો પહેલા તો તે ચીડાઇ જતો, પછી પાછળ જોતો અને વિચિત્ર મોં બનાવતો હતો.(એ સમયે હેલમેટ નહોતા) અને પછી થોડી રાહ જોયા બાદ તે મોહમ્મદ અલી રોડને જોડતા સાંકડા રસ્તાઓ પર એવું કહીને નીકળી પડતો કે, ‘મને શોર્ટકટ ખબર છે’અને પછી રાહદારીઓને પુછી લેતો કે આ રસ્તો અહીંનો જ છે. ક્યારેક ક્યારે શોર્ટકટ આપણને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે.હવે દરેકના હાથમાં સ્માર્ટફોન હોવાના લીધે મારા ભાઇ જેવા લોકોને આ શોર્ટકટવાળા જુનૂનનું સ્તાન જીપીએસે લઇ લીધુ છે. પણ ,હાલના અનુભવ પહેલા હું ખરેખર નહોતો જાણતો કે આ GPS પણ મારા મુંબઇવાળા ભાઇ જેવો જ છે, કેટલાક વિસ્તારો માટે આ વાત સાચી છે,કારણ કે GPSમાં બતાવાયેલા રસ્તાઓ થી તમે તમારા સ્થળે મોંડા પહોંચો છો.મારા સોમવારની વિદેશ યાત્રા દરમિયાન મેં પણ આવો જ કંઇક અનુભવ કર્યો. બાકી લોકોની માફક હું પણ યાત્રા દરમિયાન અને પોતાનો રસ્તો શોધવા માટે સૌથી જાણિતી મોબાઇલ એપ ‘ગૂગલ મેપ્સ’નો ઉપયોગ કરું છું. જે ખરેખર એકદમ સાચો માર્ગ અને નક્શો બતાવે છે. સોમવારની સવારે મને મારા વિદેશી ગંતવ્ય સ્થળ પર પહોંચવા માટે એ દેશના એક પહાડી રસ્તા પર પગપાળા જવાનું હતું. જો કે હજુ પણ દુનિયાના ઘણા ભાગોમાં રોમિંગ ડેટા સ્લો સ્પીડ હોવા છતાં ઘણું મોંઘુ છે અને ઘણીવાર તો બન્ને પ્રકારનો અનુભય થાય છે, તો એવામાં કોઇ પણ વિદેશી યાત્રીને ખૂબ સ્માર્ટ હોવું જરૂરી બને છે. મારા અન્ય એક ભાઇએ મને શીખવાડ્યું હતું કે એવા પ્રવાસ દરમિયાન ઇન્ટરનેટના પણ ફોન અથવા ટેબ પર ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી શકાય છે.સોમવારને પહાડી વિસ્તારમાં જ્યારે હૂં ઘણો દૂર પગપાલા જઇ રહ્યો હતો ત્યારે મને તેની વાત સાચી લાગી, કારણ કે અહીં નેટવર્કની કોઇ ગેરંટી હોતી નથી. મેં આ બોધપાઠ શીખ્યો છે કે શોર્ટકટ રસ્તો કાયમ સારો નથી હોતો કારણ કે ગૂગલ મેપ ત્યાંના ચઢાણ વિષે કશું બતાવી રહ્યું ન હતું અને આજ કારણોસર મગજનો ઉપયોગ કરીને લાંબો રસ્તો પકડવાથી થાક ઓછો લાગે છે.

ફંડા એ છે કે કેટલાક સ્થળો પર શોર્ટકટ વાસ્તવમાં શોર્ટકટ નથી હોતો, એવામાં મંજિલ સુધી પહોંચવા માટે તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બદલે માનવી ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today