Home Gujarati ભારતીયોને ફટકો:અમેરિકાએ લોટરી દ્વારા અપાતા H-1બી વિઝા બંધ કર્યા, એની જગ્યાએ વેતન...

ભારતીયોને ફટકો:અમેરિકાએ લોટરી દ્વારા અપાતા H-1બી વિઝા બંધ કર્યા, એની જગ્યાએ વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ

139
0

અમેરિકા જવાનું સપનું જોતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટો ફટકો પડ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજીક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને એચ-1બી વિઝા આપવા માટેની કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ સમાપ્ત કરીને એની જગ્યાએ વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નવી વ્યવસ્થા માટેનું જાહેરનામું ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરાઇ રહ્યું છે.

ગૃહ સુરક્ષા વિભાગે બુધવારે કહ્યું હતું કે હિતધારકો જાહેરનામા અંગે 30 દિવસમાં જવાબ આપી શકે છે. લોટરી સિસ્ટમ બંધ થવાથી અમેરિકી કર્મચારીઓનાં ભથ્થાં પરનું દબાણ ઘટશે, જે દર વર્ષે ઓછા વેતનવાળા એચ-1બી વિઝાધારકો આવવાથી પડે છે. અમેરિકા દર વર્ષે લોટરી સિસ્ટમથી 85 હજાર એચ-1બી વિઝા જારી કરે છે.

પ્રસ્તાવ હેઠળ H-1B વિઝાધારકોને લઘુતમ 1.1 લાખ ડોલર વેતન આપવું પડશે…

  • ડીએચએસ સચિવ કેન કુસિનેલીએ કહ્યું હતું કે પ્રસ્તાવ અમલમાં આવ્યા બાદ ટ્રમ્પ સરકાર અમેરિકી વર્કર્સના અધિકારોની સુરક્ષાનું વચન પૂર્ણ કરી શકશે. લોટરીના એચ-1બી વિઝાથી એવા લોકો માટે વર્કર્સને રાખવાનું મુશ્કેલ થશે કે જેઓ ઘરેલુ (અમેરિકી) પ્રોફેશનલ્સને છોડીને બહારથી ઓછા વેતનવાળા વર્કર્સને રાખી લે છે.
  • નવા પ્રસ્તાવમાં એચ-1બી વિઝા પર નોકરી આપતા એમ્પ્લોયર્સે વિદેશી કર્મચારીઓને લઘુતમ 1.10 લાખ ડોલર (અંદાજે 80 લાખ રૂ.)નું વેતન ચૂકવવું પડશે.
  • એચ-1બી હેઠળ વર્કર્સને રાખવા ઇચ્છુક કંપનીઓ ઓછામાં ઓછાં 2 વર્ષ સુધી અમેરિકી વર્કર્સને કારણ વિના હટાવી નહીં શકે.