Home Gujarati કોરોના દેશમાં:સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા, પણ દિલ્હીમાં ફરી...

કોરોના દેશમાં:સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા, પણ દિલ્હીમાં ફરી કેસ વધવા માંડ્યા

114
0

દેશમાં આ મહિને કોરોનાના 29 દિવસોમાં 17 લાખ નવા કેસ નોંધાયા છે.સપ્ટેમ્બરમાં આ આંકડો 26 લાખ રહ્યો હતો. જો કે, છેલ્લા બે ત્રણ દિવસોથી દિલ્હી અને કેરળના આંકડા ચિંતામાં વધારો કરી રહ્યાં છે. અહીંયા પોઝિટીવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં ગુરુવારે રેકોર્ડ 5739 દર્દી નોંધાયા છે. એક્ટિવ કેસમાં 1574નો વધારો નોંધાયો છે. આ આંકડા covid19india.org માંથી લેવાયા છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 80 લાખ 87 હજાર 428 થઈ ગયો છે. રાહતની વાત તો એ છે કે આમા 73 લાખ 71 હજાર 568 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 1 લાખ 21 હજાર 130 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. આ બધાની વચ્ચે 85 દિવસ એટલે કે 3 મહિના પછી એક્ટિવ કેસ(એવા દર્દી જેમની હાલ સારવાર ચાલી રહી છે) ફરીથી ઘટીને 6 લાખથી ઓછા થઈ ગયા છે. હવે દેશમાં 5 લાખ 93 હજાર 698 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ લોકો કાંતો હોસ્પિટલમાં દાખલ છે અથવા પછી હોમ આઈસોલેશનમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. આ પહેલા 5 ઓગસ્ટે દેશમાં 5 લાખ 94 હજાર એક્ટિવ કેસ હતા.

સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા

તારીખ નવા કેસ સાજા થયા મોત
1-30 સપ્ટેમ્બર 26 લાખ 24 લાખ 33,273
1-29 ઓક્ટોબર 17 લાખ 21 લાખ 22,423

દિલ્હીમાં 3 દિવસથી 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે

તારીખ નવા કેસ સાજા થયા એક્ટિવ કેસ
25 ઓક્ટોબર 4136 3826 +277
26 ઓક્ટોબર 2832 3736 -958
27 ઓક્ટોબર 4853 2722 +2087
28 ઓક્ટોબર 5673 4128 +1505
29 ઓક્ટોબર 5739 4138 +1574

કોરોના અપડેટ્સ

  • આંધ્રપ્રદેશ સરકારે 2 નવેમ્બરથી શાળા-કોલેજ ખોલવાના આદેશ જાહેર કરી દીધા છે. ચીફ સેક્રેટરી નીલમ સાહનેએ કહ્યું કે, તમામ શાળા અને કોલેજ પ્રશાસનને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
  • દિલ્હીમાં ગુરુવારે રેકોર્ડ 5739 નવા કેસ નોંધાયા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો હવે વધીને 3 લાખ 75 હજાર 753 થઈ ગયો છે. જેમાં 3 લાખ 38 હજાર 378 સાજા થઈ ચુક્યાં છે, જ્યારે 30 હજાર 952 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 6423 લોકોના મોત થયા છે.
  • મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે. જો કે, આમા ‘મિશન બિગેન અગેન’ હેઠલ મળતી છૂટ યથાવત રહેશે.

  • પાંચ રાજ્યોની સ્થિતિ
    1. મધ્યપ્રદેશ

    રાજ્યમાં ગુરુવારે 728 દર્દી નોંધાયા, 9689 લોકો સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 1 લાખ 69 હજાર 999 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 1 લાખ 57 હજાર 381 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 9689 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2929 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.

    2. રાજસ્થાન
    છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ લોકોની તપાસ થઈ છે. જેમાં 1790 લોકો સંક્રમિત મળ્યા છે. 1933 લોકો રિકવર થયા અને 11 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 93 હજાર 419 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 15 હજાર 554 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 75 હજાર 977 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 1888 લોકોના મોત પણ થયા છે.

    3. બિહાર
    રાજ્યમાં ગુરુવારે 783 લોકો સંક્રમિત નોંધાયા. 1068 લોકો રિકવર થયા અને 7 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 14 હજાર 946 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 8484 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 5 હજાર 385 લોકો સાજા થઈ ચુક્યાં છે. અત્યાર સુધી 1076 સંક્રમિતના મોત થયા છે.

    4.મહારાષ્ટ્ર
    ગુરુવારે રાજ્યમાં 5902 લોકો સંક્રમિત નોંધાયા. આ સાથે જ દર્દીઓનો આંકડો વધીને 16 લાખ 66 હજાર 668 થઈ ગયો. જેમાં 1 લાખ 27 હજાર 603 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 94 હજાર 809 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 43 હજાર 710 લોકોના મોત થયા છે.

    5. ઉત્તરપ્રદેશ
    રાજ્યમાં 24 કલાકની અંદર 1861 નવા સંક્રમિતોની પુષ્ટી થઈ છે. 2465 લોકો રિકવર થયા અને 25 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 4 લાખ 77 હજાર 895 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 24 હજાર 858 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 46 હજાર 54 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણથી મરનારની સંખ્યા હવે 6983 થઈ ગઈ છે.