Home Gujarati UGCએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંક જાહેર કરી

UGCએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંક જાહેર કરી

80
0



કોરોના વાયરસના કેસોની વધતી સંખ્યાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાનો આદેશ કર્યો છે. જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજો અને ડિપાર્ટમેન્ટો 14 એપ્રિલ, 2020 સુધી બંધ રહેશે. યુનિવર્સિટી 14 એપ્રિલ સુધી બંધ હોઈ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી શક્યતા હતી. જેને કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે, યુજીસીએ વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે માટે ઘર બેઠાં અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. યુજીસીએ પરિપત્ર જાહેર કરી દેશની તમામ યુનિવર્સિટીઓને આ અંગે જાણ કરી હતી. યુજીસીએ ઇર્ન્ફોમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના માધ્યમથી ઓડિયો-વીડિયો અને ટેક્સ કન્ટેટ મળી શકે તેવી 10 લીંક જાહેર કરી છે. શિક્ષકો માટે પોર્ટલ રિસર્ચ જર્નલ ભણાવવાની સુવિધા ઊભી કરી છે. આમ, વિદ્યાર્થીઓ ઓનલાઇન જ નવા કોર્સોમાં પ્રવેશ મેળવી શકશે. યુજીસી સેક્રેટરી પ્રો. રજનીશ જૈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે.

education update

સિટી રિપોર્ટર . સુરત

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today