Home Gujarati લોકો સાથ આપશે તો કોરોના સામે જંગ જીતીશું

લોકો સાથ આપશે તો કોરોના સામે જંગ જીતીશું

97
0



સિટી રિપોર્ટર . સુરત

કોરોના વાયરસ ફેલાય નહી તે માટે લોકડાઉનને 14 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. આવા સમયે લોકોએ જાગૃતિના ભાગરૂપે તકેદારીના પગલા લેવાનું શરૂ કરી દીધું છે. જોકે આ બધાની વચ્ચે શહેરમાં કેટલાક એવા પણ હીરો છે જે કોરોનાના ફેલાવો રોકવા માટે ગાર્ડ બનીને ઉભા છે. આ હીરો એટલે કે શહેરની પોલીસ અને ટ્રાફિક જવાનો, કે જેઓ શહેરના દરેક પોઈન્ટ પર ઉભા રહીને ઘરની બહાર નીકળતા લોકો પર નજર રાખી રહ્યાં છે અને તેમને ઘરની બહાર ન નીકળવા માટે સમજાવી રહ્યાં છે. તેમજ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યાં છે. સિટી ભાસ્કરે શહેરના એવા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે વાત કરી જેઓ પોતાની ભુખ-તરસ છોડીને સેવા કરી રહ્યાં છે. જાણો આવા જ કેટલાક હીરોની કહાની..

_photocaption_નાફિશ પઠાણ*photocaption*

_photocaption_કિરણ ડોડીયા*photocaption*

_photocaption_ધિરેન્દ્રસિંહ રાજપુત*photocaption*

અમને પણ ડર હોય છે કે વાયરસ અમને ન લાગે જેના માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છે. લટાર મારવા નીકળતા લોકોને સમજાવવા ઘણી જહેમત ઉઠા‌વવી પડે છે. લોકોને માત્ર એટલું કહેવા માંગુ છું કે કોઇ ઇમરજન્સી કામ હોય તો જ ઘરની બહાર નીકળો. અમે જાનની પરવા કર્યા વગર તમારી સેવા કરી રહ્યાં છે તો અમને સાથ આપવા માટે બહાર ન નીકળો.

ઘણીવાર પોઈન્ટ ઉભા રહીને લોકોને સમજાવવું અધરું બની જાય છે કેટલાક લોકો હોસ્પિટલની જુની ફાઇલો લઇને લટાર મારવા નિકળી પડે છે. આ લોકોને અમે સમજાવીને પાછા ઘરે મોકલી આપીએ છીએ. તે પૈકીના ઘણા લોકો તો ગુસ્સે થઈને હાથ ઉપાડવા સુધીની તૈયારી કરી દેતા હોય છે. 12 કલાકની ડ્યુટી પતાવીને હું ઘરે જાવ છું ત્યારે પરિવારના જીવમાં જીવ આવે છે.

લોકો કરોના વાયરસથી ડરી તો રહ્યાં છે પરંતુ કોઇને કોઇ બહાનું કાઢીને બહાર નીકળી પણ રહ્યાં છે. જેના કારણે અમને પણ તકલીફ પડી રહી છે. મારો નાનો દિકરો છે એ મારા વગર સુતો નથી. મારા દિકરાને પણ વાયરસ ન લાગે તે માટે છેલ્લા 5 દિવસથી મારા દિકરાની સાથે સુતો નથી. મારો પરિવાર મને કહે છે કે પરિવારની જવાબદારી પણ છે ત્યારે કહ્યું છું કે પરિવારની સાથે મારે શહેરના લોકોની રક્ષા કરવાની પણ જવાબદારી છે.

_photocaption_ઘરની બહાર નીકળતા લોકોને માસ્ક પહેરવા જવાનોએ અપીલ કરી હતી*photocaption*

કેટલાક લોકોને ઘરે જવા સમજાવીએ તો ગુસ્સે થઈને મારવા તૈયાર થાય છે

Heroes Of City

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Surat News – if people support we will win the war against corona 072208


Surat News – if people support we will win the war against corona 072208


Surat News – if people support we will win the war against corona 072208


Surat News – if people support we will win the war against corona 072208