Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
CSK – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 23 Oct 2020 07:01:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત https://newsnfeeds.com/ipl-2020-dhonis-team-can-still-reach-the-playoffs-this-is-the-whole-math/ Fri, 23 Oct 2020 07:01:15 +0000 https://newsnfeeds.com/?p=157312 IPL પોઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે રહેલી CSKને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન આ વર્ષે આઇપીએલમાં 40 મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની થઈ છે. ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોથી ટીમ કઈ હશે તેને લઈને સસ્પેન્સ ઊભું થઈ […]

The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.

]]>
IPL પોઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે રહેલી CSKને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

આ વર્ષે આઇપીએલમાં 40 મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની થઈ છે. ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોથી ટીમ કઈ હશે તેને લઈને સસ્પેન્સ ઊભું થઈ રહ્યું છે. એવામાં દરેકની નજર ચેન્નઈ સુપર કિંગ્સ પર ટકેલી છે. ધોનીની કેપ્ટન્સીમાં આ ટીમે દરેક વખતે આઇપીએલના પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. પરંતુ આ વખતે ધોનીની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. હાલમાં ચેન્નઈની ટીમ પોઇન્ટ ટેબલ (IPL Points Table)માં છેલ્લા નંબરે છે. સાથોસાથ નેટ રનરેટ પણ માઇનસ (-0.463) છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું ધોનીની ટીમ હવુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. આવો આઇપીએલની અલગ-અલગ સ્થિતિના માધ્યમથી તેને સમજવાનો પ્રયાસ કરીએ.

ચેન્નઈની બાકી બચેલી મેચો

ચેન્નઈ સુપર કિંગ્સને હજુ ચાર મેચ રમવાની છે. આ મેચ છે- મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ

નેટ રનરેટ વગર પ્લેઓફમાં પહોંચવાની આશા

– ચેન્નઈ સુપર કિંગ્સને બાકી બચેલી ચારેય મેચ જીતવી જ પડશે.- ચેન્નઈને એવી પણ આશા રાખવી પડશે કે હાલની ટોપ ત્રણ ટીમો (DC, RCB અને MI) પોતાની તમામ બચેલી મેચ જીતે.
– સાથોસાથ આ ત્રણેય ટીમો પરસ્પર રમાનારી મેચોથી પણ ચેન્નઈને કોઈ લેવા-દેવા નથી.
– ચેન્નઈની ટીમ ચોથા નંબર પર પહોંચી શકે છે જો કેકેઆર બાકી બચેલી ચાર મેચમાંથી માત્ર એક જીતે છે.
– આ ઉપરાંત ચેન્નઈએ ઈશ્વરને પણ પ્રાર્થના કરવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સને બેથી વધુ મેચમાં જીત ન મળે.
– આવી સ્થિતિમાં ચેન્નઈના ખાતામાં 14 પોઇન્ટ આવી જશે અને તે નેટ રનરેટ વગર જ સીધી પ્લેઓફમાં પહોંચી જશે.

નેટ રનરેટથી નિર્ણય લેવાતાં…

– એક તરફ સમીકરણ બને છે કે ચેન્નઈની ટીમ નેટ રનરેટના આધાર પર ક્વોલિફાય કરી લેશે. અનેક ટીમોના 14 પોઇન્ટ થઈ શકે છે.
– એવામાં ચેન્નઈ સુપર કિંગ્સને નેટ રનરેટને સારો કરવા માટે મોટા અંતરથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે. બાકી બચેલી તમામ મેચ પણ જીતવી પડશે.

મુંબઈની વિરુદ્ધ જો ચેન્નઈ હારી ગયું તો શું થશે?

મુંબઈની વિરુદ્ધ હાર બાદ પણ ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટથી બહાર નહીં થાય. 12 પોઇન્ટની સાથે તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. જેમ કે સનરાઇઝર્સે ગયા વર્ષે કર્યું હતું. પરંતુ ચેન્નઈ માટે આ પડકાર સરળ નથી. તેણે બીજી ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. એવામાં સૌથી સરળ એ છે કે તે સારા નેટ રનરેટ સાથે તમામ બચેલી મેચ જીતી લે.

The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.

]]>
157312
એમએસ ધોનીના પ્રશંસકે પીળા રંગમાં આવી રીતે રંગી નાખ્યું પોતાનું ઘર https://newsnfeeds.com/fans-of-ms-dhoni-painted-their-house-in-yellow-in-this-way/ Thu, 15 Oct 2020 08:55:58 +0000 https://newsnfeeds.com/?p=157119 ચેન્નઈ સુપરકિંગ્સની સૌથી મોટી તાકાત તેના વિશ્વાસપાત્ર પ્રશંસકો છે. જે હંમેશા તેની સાથે ઉભા રહે છે ચેન્નઈ સુપરકિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગનું પાવરહાઉસ રહ્યું છે. તે ત્રણ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. સીએસકેની ટીમે આઠ વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે અને દર વર્ષે પ્લેઓફમાં પહોંચી છે. જોકે આ વખતે ટીમ થોડી મુશ્કેલ સ્થિતિમાં છે. ટીમ આ […]

The post એમએસ ધોનીના પ્રશંસકે પીળા રંગમાં આવી રીતે રંગી નાખ્યું પોતાનું ઘર appeared first on News n Feeds.

]]>
ચેન્નઈ સુપરકિંગ્સની સૌથી મોટી તાકાત તેના વિશ્વાસપાત્ર પ્રશંસકો છે. જે હંમેશા તેની સાથે ઉભા રહે છે

ચેન્નઈ સુપરકિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગનું પાવરહાઉસ રહ્યું છે. તે ત્રણ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. સીએસકેની ટીમે આઠ વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે અને દર વર્ષે પ્લેઓફમાં પહોંચી છે. જોકે આ વખતે ટીમ થોડી મુશ્કેલ સ્થિતિમાં છે. ટીમ આ વખતે 8 મેચમાં ફક્ત 3 મેચમાં જીત મેળવી પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જોકે સીએસકેના પ્રશંસકોમાં ઘણો ઉત્સાહ છે.

ધોનીના નેતૃત્વમાં ટીમ તણાવ અને દબાણમાં પસાર થઈ રહી છે. ચેન્નઈ સુપરકિંગ્સની સૌથી મોટી તાકાત તેના વિશ્વાસપાત્ર પ્રશંસકો છે. જે હંમેશા તેની સાથે ઉભા રહે છે. ખેલાડીઓનો મૂડ શાનદાર બનાવવા માટે સીએસકેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રશંસકોના કેટલાક ફોટો શેર કર્યા છે.

સીએસકેએ જે ફોટો શેર કર્યા છે જે આરંગુર, તમિલનાડુના સુપર પ્રશંસક ગોપી કૃષ્ણન અને તેના પરિવારના છે. ધોની અને સીએસકેના આ સુપર પ્રશંસકે પોતાના ઘરને પીળા રંગમાં રંગાવી દીધું છે. આ સાથે તેણે પોતાના આ ઘરને હોમ ઓફ ધોની ફેન નામ આપ્યું છે.

ધોનીના પ્રશંસક ગોપી કૃષ્ણને કહ્યું કે હું ધોનીનો ઘણો મોટો પ્રશંસક છું. લોકો તેના વિશે નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો ભૂલી ગયા છે કે તે વર્લ્ડ ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર્સમાંથી એક છે.

ચેન્નઈ સુપરકિંગ્સ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવી જીતના પાટા પર વાપસી કરી છે. આ મેચમાં ધોનીએ ઘણા ફેરફાર કર્યા હતા. તેણે શેન વોટ્સનના સ્થાને સેમ કુર્રનને ઓપનિંગમાં મુક્યો હતો.

The post એમએસ ધોનીના પ્રશંસકે પીળા રંગમાં આવી રીતે રંગી નાખ્યું પોતાનું ઘર appeared first on News n Feeds.

]]>
157119
ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે https://newsnfeeds.com/the-young-duo-defeated-the-daddys-army-of-chennai-super-kings-sehwag-said-the-csk-team-must-be-feeling-like-baghban/ Sat, 03 Oct 2020 12:44:30 +0000 https://newsnfeeds.com/?p=156825 અભિષેક શર્મા ભારત માટે 2018નો અંડર વર્લ્ડકપ રમેલો, જ્યારે પ્રિયમ ગર્ગ 2020ના અંડર-19 વર્લ્ડકપમાં ટીમનો કેપ્ટન હતો IPLમાં ધોની રનચેઝમાં અણનમ રહ્યો હોય અને તેની ટીમ મેચ હારી હોય એવું છઠ્ઠીવાર બન્યું મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ એટલે IPLની ડેડીઝ આર્મી. લીગની સૌથી અનુભવી ટીમ. અનુભવ બજારમાં વેચાતો મળતો નથી, એ જ સમયે ઉંમરને ક્રિકેટ […]

The post ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે appeared first on News n Feeds.

]]>
  • અભિષેક શર્મા ભારત માટે 2018નો અંડર વર્લ્ડકપ રમેલો, જ્યારે પ્રિયમ ગર્ગ 2020ના અંડર-19 વર્લ્ડકપમાં ટીમનો કેપ્ટન હતો
  • IPLમાં ધોની રનચેઝમાં અણનમ રહ્યો હોય અને તેની ટીમ મેચ હારી હોય એવું છઠ્ઠીવાર બન્યું
    • મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ એટલે IPLની ડેડીઝ આર્મી. લીગની સૌથી અનુભવી ટીમ. અનુભવ બજારમાં વેચાતો મળતો નથી, એ જ સમયે ઉંમરને ક્રિકેટ સાથે કોઈ નિસબત નથી. આ બે ક્લીશ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ સ્લો-મોશનમાં સાપસીડીની રમત માફક ચાલતી રહી. ટોસ હાર્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરતાં ચેન્નઈએ 11 ઓવરમાં માત્ર 69 રન આપીને હૈદરાબાદના ટોપ-4: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મનીષ પાંડે અને કેન વિલિયમ્સનને આઉટ કર્યા. મેચ ખિસ્સામાં આવી ગઈ હોય અને ત્યાર બાદ ધોની મેચ હારે, આ વાત સાંભળવી કે વિચારવી ગળા નીચે ઊતરતી નથી, પણ આવું થયું!
    • 69 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગની જોડીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ મિલાવ્યા. એ જોડી ક્રિઝ પર ભેગી થઈ એ સમયે ચેન્નઈના રવીન્દ્ર જાડેજની 4, ડ્વેન બ્રાવોની 3, પીયૂષ ચાવલા અને શાર્દુલ ઠાકુરની 2, જ્યારે દીપક ચહરની 1 ઓવર બાકી હતી. ધોની પાસે વિકલ્પોની કમી નહોતી, પણ કંઈક અંશે તે નવા નિશાળિયાઓની તાકાત અને નબળાઈ વિશે જાણતો નહોતો. પ્રિયમ અને અભિષેકની જોડીએ 7 ઓવરમાં 77 રન ફટકારીને મેચનું રૂપ બદલી નાખ્યું.

    વિલિયમ્સનના આઉટ થતાં ધોનીએ 12મી ઓવર જાડેજાને આપી. ગર્ગે પહેલા બોલે એક રન લીધો, ત્યાર બાદ ડાબોડી અભિષેક ડાબોડી જડ્ડુ સામે 5 બોલમાં 1 જ રન લઈ શક્યો. મેચ પર ચેન્નઈની પકડ યથાવત્. 13મી ઓવરમાં ચાવલાએ માત્ર 6 રન આપ્યા. બંને બેટ્સમેનને આ બે ઓવર દરમિયાન તકલીફ નહોતી પડી. તેઓ ઇનિંગ્સને સ્થિરતા આપી રહ્યા હતા. ઇનિંગ્સની 14મી અને જાડેજાની બીજી ઓવરમાં ગાડી ચોથા ગિયરમાં નાખી. અભિષેકે 1 ફોર અને 1 સિક્સ મારી, 6 બોલમાં બંનેએ કુલ 14 રન લીધા. 14 ઓવર 91/4. જાડેજામાં રન આવતાં ધોનીએ બ્રાવોને બોલ આપ્યો. CSKના ચેમ્પિયન બોલરમાં યુવા જોડીએ 9 રન કર્યા. સ્કોર: 15 ઓવર 100/4. ધોની સમજી ગયો કે, અહીંથી બીજા 50 રન અને ધીમી વિકેટ પર 150 ચેઝ કરવા અઘરા પડશે. પાર્ટનરશિપ તોડવા તેણે સેમ કરનને વિકેટ લેવાની જવાબદારી આપી.

    newsnfeeds
    newsnfeeds

    રનચેઝમાં ચેન્નઈની શરૂઆત ફરી એકવાર નિરાશાજનક રહી. તેમણે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવતાં 36 રન કર્યા. 9મી ઓવરના બીજા બોલે કેદાર જાધવ પણ લાંબો સંઘર્ષ કર્યા પછી 10 બોલમાં 3 રન કરીને આઉટ થયો. રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો. ધોની-જાડેજા પાર્ટનરશિપનો પહેલો બોલ રમે એ પહેલાં ટીમને 10.54ની રનરેટે 70 બોલમાં 123 રનની જરૂર હતી. તેમણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એ રીતે બેટિંગ કરી. 14 ઓવર સમાપ્ત થઇ ત્યારે જરૂરી રનરેટ 14 ઉપર પહોંચી ગયો હતી. જાડેજાએ જોકે પછી ચોક્કા-છગ્ગાનો વરસાદ કરતાં 13 વર્ષે IPLમાં પહેલીવાર ફિફટી મારી. રનરેટ પહોંચની બહાર હતો, પરંતુ માહી ઊભો હતો. 19મી ઓવરમાં ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતાં ખલીલે તે ઓવર પૂરી કરી. અંતિમ ઓવરમાં 28 રનની જરૂર હતી, સ્પિનરના હાથમાં બોલ હતો અને માહી ઊભો હતો.

    સ્પિનર સામેના મુકાબલામાં 4 સાચા શોટ, 6માંથી 4 સાચા શોટ અને મેચ ફરી એકવાર પલટી શકે એમ હતી. પહેલા બોલે 5 વાઈડ. હવે 6 બોલમાં 23 રન જોઈએ. 2,4 અને 1. ધોની નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જતો રહ્યો અને મેચની ઔપચારિકતા પણ સમાપ્ત થઈ. આ ઓવરના 3 બોલ નાખતાં 5થી વધુ મિનિટ થઈ, કારણ કે માહીએ વચ્ચે બ્રેક લીધેલો તેમજ દવા પણ લીધી હતી. મેચ પછી તેણે કહ્યું, “હું બોલને મિડલ કરી શક્યો નહોતો. બહુ જોરથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિકેટ સ્લો હોય ત્યારે ટાઈમ કરવું વધુ સારું છે. બહુ ટાઇમ પહેલાં અમે સતત ત્રણ મેચ હાર્યા હતા. અમારે પ્રોફેશનલ રીતે રમવાની જરૂર છે. કેચ છોડીએ, નો-બોલ નાખીએ એ ન ચાલે. અમે ભૂલો સુધારીને આવતી મેચમાં સ્ટ્રોંગ કમબેક કરવાનો પ્રયાસ કરીશું.

    ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ

    The post ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે appeared first on News n Feeds.

    ]]>
    156825
    IPLમાં આજે ચેન્નઈ vs રાજસ્થાન:ધોનીની સામે છેલ્લી 5માંથી એક જ મેચ જીતી શકી છે રોયલ્સ; રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે ટીમ, સ્ટોક્સ અને બટલર નહિ રમે https://newsnfeeds.com/ipl-today-chennai-vs-rajasthan/ Tue, 22 Sep 2020 10:37:26 +0000 https://newsnfeeds.com/?p=156708 ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ માથામાં ઈજાને કારણે આ મહિને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો ચેન્નઈ સુપર કિંગ્સે ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સને બંને મેચમાં હરાવી હતી. IPLની ચોથી મેચ શારજાહમાં સાંજે 7.30 વાગ્યે, લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર IPLની 13મી સીઝનની ચોથી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને રાજસ્થાન રોયલ્સ(RR)ની વચ્ચે […]

    The post IPLમાં આજે ચેન્નઈ vs રાજસ્થાન:ધોનીની સામે છેલ્લી 5માંથી એક જ મેચ જીતી શકી છે રોયલ્સ; રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે ટીમ, સ્ટોક્સ અને બટલર નહિ રમે appeared first on News n Feeds.

    ]]>

    • ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ માથામાં ઈજાને કારણે આ મહિને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો
    • ચેન્નઈ સુપર કિંગ્સે ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સને બંને મેચમાં હરાવી હતી.
    • IPLની ચોથી મેચ શારજાહમાં સાંજે 7.30 વાગ્યે, લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર

    IPLની 13મી સીઝનની ચોથી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને રાજસ્થાન રોયલ્સ(RR)ની વચ્ચે આજે શારજાહમાં રમાશે. આ સીઝનમાં બીજી મેચ રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોની CSK ટીમના ફેવરિટ છે. તેની સામે રોયલ્સ છેલ્લી 5માંથી એક પણ મેચ જીતી શકી નથી. ગત સીઝનમાં ચેન્નઈએ રોયલ્સને બે મેચમાં હરાવી હતી.

    જ્યારે રોયલ્સની આ સીઝનમાં પ્રથમ મેચ છે. એમાં ટીમ તેના રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે. આ મહિને સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન માથામાં બોલ વાગવાથી ઈજા થઈ હતી. આ કારણે તે ઈંગ્લેન્ડમાં વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો.

    પરિવારની સાથે UAE પહોંચેલો બટલર ક્વોરન્ટીનમાં
    રાજસ્થાન રોયલ્સના જ પ્લેયર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોસ બટલર પ્રથમ મેચમાં રમી શકશે નહિ. બટલર બાયો-સિક્યોર માહોલમાંથી હટીને પરિવારની સાથે UAE પહોંચ્યો હતો. આ કારણે તેઓ 6 દિવસ ક્વોરન્ટીન રહેશે. સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર છે, આ કારણે તે તેમની સારવાર કરાવવા માટે ક્રાઈસ્ટચર્ચમાં છે.

    બંને ટીમોના મોંઘા ખેલાડીઓ
    CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘો પ્લેયર છે. ટીમ તેમને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. તેના પછી ટીમમાં કેદાર જાધવનું નામ છે. તેને આ સીઝનમાં 7.80 કરોડ રૂપિયા મળશે. જ્યારે રાજસ્થાનમાં સ્મિથ 12.50 કરોડ અને સંજુ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા સૌથી મોંઘા પ્લેયર છે.

    પિચ અને મોસમ રિપોર્ટઃ શારજાહમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 28થી 39 સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચ બેટ્સમેનને મદદ કરશે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને ખૂબ જ મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી છેલ્લી 13 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સક્સેસ રેટ 69 ટકા રહ્યો છે.

    • આ મેદાન પર થયેલી કુલ T20: 13
    • પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતઃ 9
    • પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતઃ 4
    • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 149
    • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 131

    આજે જીતી તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ રહેશે CSK
    ત્રણ વખત ચેમ્પિયન(2018,2011,2010) બનેલી CSK જો આ મેચ જીતે છે તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની જશે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સને જ આ સિદ્ધિ પાપ્ત થઈ છે.

    The post IPLમાં આજે ચેન્નઈ vs રાજસ્થાન:ધોનીની સામે છેલ્લી 5માંથી એક જ મેચ જીતી શકી છે રોયલ્સ; રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે ટીમ, સ્ટોક્સ અને બટલર નહિ રમે appeared first on News n Feeds.

    ]]>
    156708