Home Gujarati IPLમાં આજે ચેન્નઈ vs રાજસ્થાન:ધોનીની સામે છેલ્લી 5માંથી એક જ મેચ જીતી...

IPLમાં આજે ચેન્નઈ vs રાજસ્થાન:ધોનીની સામે છેલ્લી 5માંથી એક જ મેચ જીતી શકી છે રોયલ્સ; રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે ટીમ, સ્ટોક્સ અને બટલર નહિ રમે

206
0

  • ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ માથામાં ઈજાને કારણે આ મહિને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો
  • ચેન્નઈ સુપર કિંગ્સે ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સને બંને મેચમાં હરાવી હતી.
  • IPLની ચોથી મેચ શારજાહમાં સાંજે 7.30 વાગ્યે, લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર

IPLની 13મી સીઝનની ચોથી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને રાજસ્થાન રોયલ્સ(RR)ની વચ્ચે આજે શારજાહમાં રમાશે. આ સીઝનમાં બીજી મેચ રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોની CSK ટીમના ફેવરિટ છે. તેની સામે રોયલ્સ છેલ્લી 5માંથી એક પણ મેચ જીતી શકી નથી. ગત સીઝનમાં ચેન્નઈએ રોયલ્સને બે મેચમાં હરાવી હતી.

જ્યારે રોયલ્સની આ સીઝનમાં પ્રથમ મેચ છે. એમાં ટીમ તેના રેગ્યુલર કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ઊતરશે. આ મહિને સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન માથામાં બોલ વાગવાથી ઈજા થઈ હતી. આ કારણે તે ઈંગ્લેન્ડમાં વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો.

પરિવારની સાથે UAE પહોંચેલો બટલર ક્વોરન્ટીનમાં
રાજસ્થાન રોયલ્સના જ પ્લેયર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોસ બટલર પ્રથમ મેચમાં રમી શકશે નહિ. બટલર બાયો-સિક્યોર માહોલમાંથી હટીને પરિવારની સાથે UAE પહોંચ્યો હતો. આ કારણે તેઓ 6 દિવસ ક્વોરન્ટીન રહેશે. સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર છે, આ કારણે તે તેમની સારવાર કરાવવા માટે ક્રાઈસ્ટચર્ચમાં છે.

બંને ટીમોના મોંઘા ખેલાડીઓ
CSKમાં કેપ્ટન ધોની સૌથી મોંઘો પ્લેયર છે. ટીમ તેમને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. તેના પછી ટીમમાં કેદાર જાધવનું નામ છે. તેને આ સીઝનમાં 7.80 કરોડ રૂપિયા મળશે. જ્યારે રાજસ્થાનમાં સ્મિથ 12.50 કરોડ અને સંજુ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા સૌથી મોંઘા પ્લેયર છે.

પિચ અને મોસમ રિપોર્ટઃ શારજાહમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 28થી 39 સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચ બેટ્સમેનને મદદ કરશે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને ખૂબ જ મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી છેલ્લી 13 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સક્સેસ રેટ 69 ટકા રહ્યો છે.

  • આ મેદાન પર થયેલી કુલ T20: 13
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતઃ 9
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતઃ 4
  • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 149
  • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 131

આજે જીતી તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનારી બીજી ટીમ રહેશે CSK
ત્રણ વખત ચેમ્પિયન(2018,2011,2010) બનેલી CSK જો આ મેચ જીતે છે તો 3 ટીમની સામે 15થી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની જશે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સને જ આ સિદ્ધિ પાપ્ત થઈ છે.