Home Gujarati 9 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલમાં મિત્રો ચીડવતા હતા, તેણે સોલ્યુશન લાવવા ‘એન્ટી બુલિંગ’...

9 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલમાં મિત્રો ચીડવતા હતા, તેણે સોલ્યુશન લાવવા ‘એન્ટી બુલિંગ’ મોબાઈલ એપ બનાવી

104
0

શિલોન્ગ: મેઘાલયમાં 9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના અન્ય સ્ટુડન્ટના ચીડવવા અને ધમકીઓથી તંગ આવીને ‘એન્ટી બુલિંગ’ મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. આ એપની મદદથી પીડિત સાથે થયેલી ઘટનાની જાણકારી સીધી અધિકારીઓ સાથે પહોંચી જશે. મૈદાઈબાહુન મૉજા હાલ ચોથા ધોરણમાં ભણે છે. વિદ્યાર્થિનીના આ પ્રયાસના રાજ્ય સરકારે પણ વખાણ કર્યા છે.

મૈદાઈબાહુને આ એપ વિશે કહ્યું કે, હું જ્યારે નર્સરીમાં હતી ત્યારથી મને સ્કૂલમાં મિત્રોની ધમકીઓ મળી રહી હતી. આ ધમકીઓની મારા મગજ પર ઊંડી અસર થતી હતી. તેનું સોલ્યુશન લાવવા માટે મેં એપ બનવવાનું નક્કી કર્યું. હું ઈચ્છું છું કે અન્ય પણ કોઈ બાળકને આ પ્રકારની ઘટનાઓનો સામનો ન કરવો પડે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટી વિરુદ્ધ ગેંગ બનાવતા હતા અને મને ચીડવતા હતા.

વધુમાં તેણે કહ્યું કે, આ એપનો ઉપયોગ કરનારા યુઝરને ધમકી આપવાવાળાના નામ સહિત તેની સાથે બનેલી ઘટના હેલ્પલાઈન નંબર સુધી પહોંચી જશે. યુઝર તેના અંગત મિત્ર કે સંબંધીને મેસેજ પણ મોકલી શકશે. એપની મદથી અધિકારીઓને જાણકારી મળશે અને તેઓ કાર્યવાહી કરી શકશે.

મૈદાઈબાહુનની માતાએ જણાવ્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મારી દીકરીનું એડમિશન એપ-ડેવલોપમેન્ટ કોર્સમાં લીધું હતું. થોડા મહિનામાં જ તેણે એપ ડેવલોપ કરવાનું શીખી લીધું હતું. વિપ્રો અપ્લાઇન્ગ થોટ્સ ઈન સ્કૂલ્સ એન્ડ ટીચર ફાઉન્ડેશને વર્ષ 2017માં એક સર્વે કર્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે ભારતમાં 42 ટકા બાળકોને સ્કૂલમાં હેરાન કરવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nine Year Old Girl In Shillong Develops Anti Bullying App