Home Gujarati દુનિયાનો પ્રથમ 24 કલાક ચાલતો સોલર પ્લાન્ટ, તેમાં મૂકેલા પેરાબોલિક રિફ્લેક્ટર સૂર્યમૂખીની...

દુનિયાનો પ્રથમ 24 કલાક ચાલતો સોલર પ્લાન્ટ, તેમાં મૂકેલા પેરાબોલિક રિફ્લેક્ટર સૂર્યમૂખીની જેમ સૂર્યની દિશા પ્રમાણે ફરે છે

110
0

જયપુર: રાજસ્થાનના આબુ રોડ પર આવેલ બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલો સોલર થર્મલ પ્લાન્ટ ઈન્ડિયા વનના નામે ઓળખાય છે.આ દુનિયાનો પ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ છે જે 24 કલાક ચાલે છે. તેમાં થર્મલ સ્ટોરેજની પણ સુવિધા છે, જેમાં સૂર્યની ગરમી કન્ઝર્વ થાય છે. આ પ્લાન્ટમાં પ્રથમવાર પેરાબોલિક રીફ્લેક્ટર વિથ ફિક્સ ફોકસ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. આ પેરાબોલિક રિક્લેક્ટર સૂર્યમૂખીના ફૂલની જેમ સૂરજનું દિશા સાથે ફરે છે.

તેને બનાવવામાં બ્રહ્મકુમારી સંસ્થાન અને 70 ટકા ફંડિંગ ભારત અને જર્મની સરકારે કર્યું છે. આ સોલર પ્લાન્ટને હાલ માટે રિસર્ચ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં દેશ-દુનિયામાંથી હજારો વિદ્યાર્થીઓ રિસર્ચ માટે આવે છે. આ પ્લાન્ટની મદદથી જ રોજ 23 હજાર લોકોનું ભોજન બને છે. સાથે જ 20 હજાર ટાઉનશિપને વીજળી પણ મળે છે.

પ્લાન્ટના મેનેજર બીકે યોગેન્દ્રએ જણાવ્યું કે, 25 એકરમાં ફેલાયેલા પ્લાન્ટમાં 770 પેરાબોલિક રિફ્લેક્ટર છે, એક રિફ્લેક્ટર 600 વર્ગફુટનું હોય છે એટલે કે 2 બીએચકે ફ્લેટ જેટલું. સૂર્યના કિરણો રિફ્લેક્ટર પર લાગેલા કાચ પર અથડાય છે. રિફ્લેક્ટરની પાસે આવેલ ફોકસ બોક્સ આ કિરણોને રિસીવ કરે છે. તેની અંદર આવેલી કોઇલમાં રહેલા પાણીની વરાળ બને છે, આ સ્ટીમથી રસોડામાં ભોજન બને છે અને સ્ટીમ ટર્બાઈનથી વીજળી પણ મળે છે.

સોલર પ્લાન્ટના સીઈઓ જય સિન્હા જણાવે છે કે, વર્ષ 1990માં જર્મનીથી સાયન્ટિસ્ટ વુલ્ફગેંગ સિલ્ફર એક નાનકડું મોડેલ લઈને આવ્યા હતા, તેનો આકાર 2 વર્ગ ફુટનો હતો. તેનો ઉપયોગ તેઓ આદિવાસી માટે કરવા માગતા હતા, જેથી તેમને ચૂલા પર રસોઈ કરવાને બદલે સ્ટીમનો લાભ મળે. તે મોડેલને આધારે આ પ્લાન્ટ તૈયાર કર્યો છે. પ્લાન્ટનું 90 ટકા કામ ભારતમાં જ થયું છે. માત્ર સોલર ગ્રેડ મિરર અમેરિકાથી મંગાયા હતા. 30 વર્ષથી આ પ્લાન્ટને કંઈ થયું હતી. રાજસ્થાનમાં સારો તડકો મળતો હોવાથી અહીં સોલર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajasthan has world’s first solar plant that runs 24 hours, rotates with sun, parabolic reflectors, has a population of 20 thousand