Home Gujarati 75 વર્ષીય એલનને 4 મહિનાથી કોઈ ફોન કરતું નહોતું, તપાસ કરતા પોતાની...

75 વર્ષીય એલનને 4 મહિનાથી કોઈ ફોન કરતું નહોતું, તપાસ કરતા પોતાની જ કબર મળી

130
0

સ્કોટલેન્ડ: કોઈ જીવતા વ્યક્તિને તેની પોતાની જ કબર મળે તો ! જી હા, આ ઘટના સાચેમાં બની છે. સ્કોટલેન્ડના 75 વર્ષીય રિટાયર્ડ વ્યક્તિ એલન હેટલને પોતાની જ કબર જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. છેલ્લા 4 મહિનાથી તેમને કોઈ મળવા આવતું નહોતું કે ફોન પણ નહોતું કરતું. આ કારણ જાણવા માટે તેમણે તપાસ કરી ત્યારે કબ્રસ્તાનમાં પોતાની કબર જોઈ.

આ કામનો આરોપ પત્ની પર મૂક્યો

મીડિયા રિપોર્ટ પ્રમાણે, એલને કહ્યું કે, આ કામ મારી પૂર્વ પત્નીએ જ કર્યું હશે. અમે 22વર્ષ પહેલાં એકબીજાથી અલગ થઈ ગયા છીએ. તે ઈચ્છતી હતી કે, અમારા બંનેની કબર એક જ જગ્યાએ હોય. પણ હું ઈચ્છતો નહોતો. તેના મૃત્યુ પછી મારી કબર તેની કબરની સાથે રાખવાનો આઈડિયા પણ તેનો જ હશે અને કદાચ આ કે કારણે લોકો મને મૃત સમજી રહ્યા છે અને મારો સંપર્ક કરી રહ્યા નથી. મારે મારા સંબંધીઓને કહેવું છે કે, હું મર્યો નથી, પણ જીવિત અને સ્વસ્થ છું.

એલનને આ એવી સરપ્રાઈઝ મળી છે, જેને તે બાકીની જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


75-YO Man Comes Across His Own Grave In A Cemetery, Says His “Ex-Wife Put It There”


75-YO Man Comes Across His Own Grave In A Cemetery, Says His “Ex-Wife Put It There”