Home Gujarati 7 વર્ષથી સ્કૂલે વાંદરાઓને ભગાડવા માટે લંગૂર પાળ્યું હતું, વન વિભાગની ટીમ...

7 વર્ષથી સ્કૂલે વાંદરાઓને ભગાડવા માટે લંગૂર પાળ્યું હતું, વન વિભાગની ટીમ પોતાની સાથે લંગૂર લઈ ગઈ

110
0

હરિયાણા: હરિયાણાના ઇઝ્ઝર જિલ્લાની સ્કૂલમાં વાંદરાઓનો ત્રાસ ઘણો વધી ગયો હતો. સ્કૂલ પ્રસાશને વાંદરાને ભગાડવા માટે એક લંગૂર પાળ્યું હતું. કાળા મોઢાવાળા લંગૂરથી વાંદરા ડરતા હતા, પણ વન વિભાગની ટીમ સ્કૂલે આવીને આ લંગૂરને પોતાની સાથે લઈ ગયા અને સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે. સાત વર્ષ પહેલાં સ્કૂલે લંગૂરની 6000 રૂપિયામાં ગુરુગામથી ખરીદ્યુ હતું અને તેને સ્કૂલની બહાર વાંદરાઓને ભગાડવા માટે બાંધીને રાખ્યું હતું.

વાંદરાઓ બાળકોના ટિફિન ચોરી જતા હતા
સ્કૂલે પોતાના બચાવમાં કહ્યું કે, વાંદરા ક્લાસઆમ ઘુસીને વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા. તેઓ બાળકોના ટિફિન ચોરીને જતા રહેતા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમે લંગૂરને લાવવાનો નિર્ણય કર્યો હતો. વાંદરા લંગૂરથી બીવે છે. લંગૂરને લીધે વાંદરાઓની સ્કૂલમાં અવર-જવર પણ ઓછી થઈ ગઈ હતી. અમારું કેમ્પસ 12 એકરમાં ફેલાયેલું છે અને અહીં 2500થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે. લંગૂરને વન વિભાગની ટીમ પોતાની સાથે લઈ ગઈ છે, પણ અમે તેને ફરીથી અમારી પાસે લાવવાપ્રયત્નો કરીશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


To protect the students from the monkeys, kept langurr in school without permission