Home Gujarati બેલારુસથી ધીકતો ધંધો છોડીને આવેલા NRI પંચની ચૂંટણી જીત્યા બાદ ગામને હાઈટેક...

બેલારુસથી ધીકતો ધંધો છોડીને આવેલા NRI પંચની ચૂંટણી જીત્યા બાદ ગામને હાઈટેક બનાવશે

142
0

જગદલપુર: છત્તીસગઢમાં જગદલપુર શહેરની સીમા પર આવેલ નિયાનાર ગામની ગ્રામ પંચાયતમાં એક NRI ચૂંટણી જીત્યા છે. 35 વર્ષીય શિવેન્દુ ઝાએ ગામજનોને વાયદો કર્યો છે કે, તેઓ સાતેય દિવસ 24 કલાક પાણી અને વીજળી સપ્લાઈ માટે કામ કરશે અને આખા ગામને ઇન્ટરનેટ સાથે જોડશે.

35 વર્ષીય શિવેન્દુ ઝા યુરોપિયન દેશ બેલારુસના રહેવાસી હતા. ત્યાં તેમનો રેસ્ટોરાંનો ધંધો હતો. તેઓ પ્રથમવાર વર્ષ 2014માં બેલારુસ ગયા હતા ત્યારે તેમનો આખો પરિવાર નિયાનારમાં રહેતો હતો. આની પહેલાં પણ તેઓ પંચ અને સરપંચની ચૂંટણી જીતી ચૂક્યા છે.

શિવેન્દુ રશિયન અને અંગ્રેજી ભાષામાં સારી ફાવટ ધરાવે છે. તેમણે કહ્યું કે, નિયાનારમાં દર વર્ષે હજારો વિદેશી પર્યટકો આવે છે. તેમાં ઘણા રશિયન પણ હોય છે. જો ગામના લોકોને રશિયન ભાષા આવડશે તો તેમને રોજગારીમાં સારો એવો ફાયદો થશે. હાલ ગામમાં પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધા મળી રહી નથી. બેલારુસમાં ગયા પહેલાં પણ મેં પંચની ચૂંટણી જીતી હતી, પણ તે સમયે મારી પાસે રૂપિયા નહોતા, પણ આજે હું ગામનો વિકાસ કરવા માટે સક્ષમ છું. ગામમાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવાના છે. એટલું જ નહીં પણ હું ગામમાં હાઈટેક સ્કૂલ અને સુવિધાથી ભરપૂર હોસ્પિટલ બનાવવા માટે પણ પ્રયત્ન કરીશ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NRI Shivendu Jha won the election of Panch in Jagdalpur, leaving the restaurant business in Belarus, came to the village