Home Gujarati 56 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા બાદ 21 વર્ષની યુવતી ઇંગ્લેન્ડની ‘સૌથી...

56 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા બાદ 21 વર્ષની યુવતી ઇંગ્લેન્ડની ‘સૌથી જુવાન પારકી દાદી’ બની

105
0

લંડન: પ્રેમને કોઈ ઉંમર સાથે લેવાદેવા નથી, કદાચ એટલે જે ઇંગ્લેન્ડમાં 21 વર્ષની છોકરી દેશની સૌથી યંગેસ્ટ સ્ટેપ દાદી બની ગઈ છે. બેકા કિલેએ 56 વર્ષના દાદા સાથે લગ્ન લગ્ન કર્યા હતા. બેકાને આટલી નાની ઉંમરે દાદી કહેવાવવા પર કોઈ તકલીફ નથી.

બેકે તેના પતિ માર્કને 16 વર્ષની ઉંમરે મળી હતી, તે સમયે માર્કની ઉંમર 51 વર્ષની હતી. આ કપલ પ્રથમ મુલાકાતમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા, ઓગસ્ટ 2018માં તેમણે લગ્ન કર્યા અને હાલ તેમને ઘરે હાલ 4 મહિનાની દીકરી પણ છે. બેકા માર્કની સાત મહિનાની પૌત્રીની દાદી બની ગઈ છે. માર્કને ચાર સંતાન છે, જેમાં 21 વર્ષનો એરોન, 21 વર્ષનો જેક, 16 વર્ષીય લ્યુક અને 13 વર્ષની એમાનો સમાવેશ થાય છે.

બેકાએ પોતાના પરિવાર વિશે કહ્યું કે, હું માર્કના બાળકોની દાદી નથી, આટલી નાની ઉંમરે દાદી બનવા પર મને કોઈ અફસોસ નથી. આ મારો પરિવાર છે.

બેકાના પતિએ કહ્યું કે, ઘણા લોકો વિચારે છે કે મેં ખોટું કામ કર્યું, પણ અમે બંને એકબીજા સાથે ખુશ છીએ અને આગળની જિંદગી પણ સાથે જ વિતાવીશું. માર્ક અને બેકાના લગ્નમાં 300 મહેમાનોએ હાજરી આપી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


New mother, 21, becomes ‘Britain’s youngest step-GRANDMOTHER’ after tying knot with 56-year-old grandfather