Home Gujarati 41 વર્ષીય દર્દીની 13 કિલો વજનની બે કિડની કાઢી ડોક્ટરે તેને નવજીવન...

41 વર્ષીય દર્દીની 13 કિલો વજનની બે કિડની કાઢી ડોક્ટરે તેને નવજીવન આપ્યું

105
0

મહારાષ્ટ્ર: મુંબઈની ડોક્ટર ટીમે 41 વર્ષીય રોમન પરેરાને નવજીવન આપ્યું છે, તે છેલ્લા ઘણા વર્ષોથી ઓટોસોમલ ડોમિનન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (ADPKD)થી પીડાતો હતો. આ બીમારીમાં તેની કિડનીનું વજન જરૂર કરતાં અનેક ગણું વધી ગયું હતું. ડોક્ટરે સર્જરી કરીને 7 કિલોગ્રામ અને 5.8 કિલોગ્રામના વજનની કિડની કાઢીને નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. રોમન જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે તેનું બ્લીડિંગ અટકવાનું નામ જ લેતું નહોતું. જો તેની બે કિડની ન કાઢવામાં આવત તો તે જીવિત ન રહી શકત. સામાન્ય રીતે બંને કિડનીનું વજન 800 ગ્રામ હોય છે, પણ રોમનની કિડનીનું વજન 13 કિલોગ્રામ થઈ ગયું હતું.

સફળ ઓપરેશન કરનારા ડોક્ટરે જણાવ્યું કે, દર્દી હોસ્પિટલ આવ્યો હતો ત્યારે તેનું વજન 106 કિલોગ્રામ હતો અને હાલ તેનું વજન 80 કિલો છે. તેની પત્નીએ એક કિડની અને અન્ય દર્દી નિતિને રોમનને કિડની આપી છે. રોમન છેલ્લા 10 વર્ષથી આ બીમારી સામે લડી રહ્યો હતો, પણ હવે તે આટલા વર્ષો બાદ ઘરનું ભોજન જમી શકશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kidneys weighing 7 and 5.8 kg of 41 year old man were removed, saving lives.