Home Gujarati સીરિયાના રણમાં ફોમના ગાદલામાં બ્રિટિશ વિજ્ઞાનીઓએ શાકભાજી અને જડીબુટ્ટી ઉગાડી

સીરિયાના રણમાં ફોમના ગાદલામાં બ્રિટિશ વિજ્ઞાનીઓએ શાકભાજી અને જડીબુટ્ટી ઉગાડી

99
0

જોર્ડન: બ્રિટિશ વિજ્ઞાનીઓએ ખરાબ થઈ ચૂકેલા મેટ્રેસના ગાદલાનો ઉપયોગ કરીને સીરિયાના રણમાં ટામેટા, કોથમીર, લીલા મરચા, રિંગણ સહિતની શાકભાજી અને જડીબુટ્ટી ઉગાડીને હરિયાળી પેદા કરી છે. તેને ‘ડેઝર્ટ ગાર્ડન’ નામ અપાયું છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, રેફ્યુજી કેમ્પમાં આ પ્રયોગ સંપૂર્ણ રીતે સફળ થયો છે અને હવે રણનાં અન્ય વિસ્તારો અને ઉજ્જડ જમીન પર આ પ્રયોગ હાથ ધરાશે.

યુનિવર્સિટી ઓફ શેફીલ્ડના વિજ્ઞાની પ્રોફેસર ટોની રયાને જણાવ્યું કે, રેફ્યુજી કેમ્પોમાં હજારો આવી મેટ્રેસ ટ્રેચિંગ ગ્રાઉન્ડ પર ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે કચરો વધી રહ્યો હતો. અમે આ મેટ્રેસિસમાં કેટલાક ઉપજાઉ અને પોષક તત્વોને ઉમેર્યા અને તેના વડે સિન્થેટિક માટી બનાવી. આ માટીમાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવાનો પ્રયાસ કર્યો. અમને ચમત્કારિક પરિણામ મળ્યા. સૌથી સારી વાત તો એ છે કે, આ પ્રકારના પ્રયોગમાં 70%થી 80% ઓછા પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે, રણના વિસ્તારોમાં તમે 80% પાણીની બચત કરી શકો છો.

કીટાણુનાશક દવાની જરૂર પડતી નથી
રેયાને જણાવ્યું કે, આ હાઈડ્રોપોનિક્સ ટેક્નીકમાં છોડને માટીના બદલે પાણી અને જરૂરી પોષક તત્વોના મિશ્રણમાં ઉગાડવામાં આવે છે. જ્યારે મૂળિયા નીકળી જાય છે અને તે થોડા મોટા થાય છે ત્યારે તેમને ફોમના ગાદલાથી બનાવેલી સિન્થેટિક માટીમાં રોપી દેવાય છે. આ ટેક્નિકનો એક ફાયદો એ પણ છે કે તમને કીટાણુનાશકોની જરૂર પડતી નથી. આ પ્રયોગ 1000 સીરિયન શરણાર્થીઓ અને ત્યાંના ખેડૂતોની મદદથી સફળ થયો છે.

શેફીલ્ડના સંશોધનકર્તા આ ટેક્નીકથી 2 લાખ 50 હજાર પાઉન્ડ એકઠા કરવા તત્પર છે, જેથી અન્ય 3000 શરણાર્થીઓને ડેઝર્ટ ગાર્ડન ટેક્નિક શીખવાડી શકાય. તેમના માટે બીયારણ, છોડ અને તાલીમની વ્યવસ્થા કરી શકાય. આમ તો સંયુક્ત રાષ્ટ્ર સીરિયાના આ શરણાર્થીઓ માટે રોટલી અને છોલેની વ્યવસ્થા કરે છે, પરંતુ તેમને પૌષ્ટિક ફળો, શાકભાજી અને અન્ય અનાજ આપવા માટે ડેઝર્ટ ગાર્ડન અત્યંત જરૂરી છે.

ડેઝર્ટ ગાર્ડનના પ્રોજેક્ટ મેનેજર ડો. મોએદ અલ મેસેલમનીએ જણાવ્યું છે કે, તેઓ પોતે એક સંશોધનકર્તા છે અને સીરિયન શરણાર્થી છે. તમારે જ્યારે પોતાનું ઘર-વતન છોડીને ભાગવા માટે મજબૂર થવું પડે છે ત્યારે તે સરળ બાબત હોતી નથી. શરણાર્થી હોવું પોતે જ એક ટોર્ચર છે. આવી સ્થિતિમાં ડેઝર્ટ ગાર્ડન ટેક્નિકથી તમને તાજું અનાજ મળવા લાગે ત્યારે ચહેરા પર સ્મિત રેલાવું સુખદ બાબત છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


British scientists grow vegetables and herbs in foam pillows in the Syrian desert


British scientists grow vegetables and herbs in foam pillows in the Syrian desert