Home Gujarati 21 વર્ષીય યુવકે ખોવાયેલા પર્સને ટ્વિટરનાં માધ્યમથી તેના માલિક સુધી પહોંચાડ્યું

21 વર્ષીય યુવકે ખોવાયેલા પર્સને ટ્વિટરનાં માધ્યમથી તેના માલિક સુધી પહોંચાડ્યું

109
0

ન્યૂ ઓર્લેઅન્સ: અમેરિકામાં રહેતા 21 વર્ષીય યુવક જેમ્સ એલ્મ્સે સોશિયલ મીડિયાનાં માધ્યમનો ઉપયોગ કરીને ખોવાયેલ પર્સની માલિકને શોધી છે. જેમ્સ એલ્મ્સને ખોવાયેલ પર્સ કોનું છે તે શોધવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો. જેમ્સે ટ્વીટ કરીને પર્સની અંદરથી મળેલ એક તસવીરને શેર કરી પર્સના મૂળ માલિકને શોધવા માટે મદદ માગી હતી. ટ્વિટર પર 800થી વધુ રીટ્વીટ મળ્યા પછી પર્સ હકીકતમાં કોનું છે તે વિશે માહિતી મળી.

જેમ્સે 20 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર જેમ્સનું ટ્વીટ વાઈરલ થતાં એક યુઝરે પર્સની ઓનર સારા યોબની ઓળખાણ કરી હતી.

કેવી રીતે ખોવાયું પર્સ?
પર્સની ઓનર સારા યોબ ફ્લોરિડામાં રહે છે. 23 વર્ષીય સારાનું પર્સ ન્યૂ ઓર્લેઅન્સની વિઝિટ વખતે ખોવાઈ ગયું હતું. સારા કોલેજ ફૂટબોલ નેશનલ ચેમ્પિયયનશિપ માટે ન્યૂ ઓર્લેઅન્સની વિઝિટે ગઈ હતી. સારા તેના મિત્રો સાથે ફ્રેન્ચ ક્વાટરમાં રોકાઈ હતી. ત્યાંથી પરત ફર્યાના 1 દિવસ પછી સારાને પર્સ ખોવાયું હોવાનું માલુમ પડ્યું હતું. પર્સમાં કેટલાક ડોલર, મોબાઈલ ફોન અને એક નેકલેસ હતું.

સારાએ ટ્વીટ કરી જેમ્સને થેંક્યૂ કહ્યું
સારાના ક્વાટર છોડ્યા બાદ જેમ્સને આ ક્વાટરમાંથી પર્સ મળ્યું હતું. પર્સમાં કોઈ ઓળખપત્ર ન હતું. તેથી જેમ્સે પર્સની ઓનરને શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. જેમ્સના જણાવ્યા અનુસાર, જેમ્સને આશા હતી કે તે પર્સને ઓનર સુધી પહોંચાડશે. ખોવાયેલ પર્સ સારાને મળતા જ તેણે ટ્વીટ કરીને જેમ્સને થેંક્યૂ કહ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The 21-year-old james delivered the lost purse to the Honor sarah yob via Twitter