Home Gujarati કર્ણાટકમાં દુલ્હનની સાડી ન ગમી તો દુલ્હો લગ્ન છોડીને ભાગી ગયો, પરિવારે...

કર્ણાટકમાં દુલ્હનની સાડી ન ગમી તો દુલ્હો લગ્ન છોડીને ભાગી ગયો, પરિવારે ખુદ ભાગી જવા કહ્યું

127
0

કર્ણાટક: કર્ણાટકના હાસન જિલ્લામાં એક રસપ્રદ ઘટના ઘટી છે. લગ્નમાં દુલ્હાના પરિવારને દુલ્હનની સાડી ન ગમી માટે તેઓ લગ્ન છોડીને ભાગી ગયા. રસપ્રદ વાત એ છે કે આ પ્રેમ થયા બાદ કરાવેલ અરેન્જ્ડ મેરેજ હતા. હાલ 29 વર્ષીય દુલ્હો બીએન રઘુકુમાર ગાયબ છે.

આ ઘટના બુધવારની છે. હાસનના એસપી શ્રીનિવાસ ગૌડાએ જણાવ્યું કે રઘુકુમાર અને સંગીતા એક વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતાં. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરિવારની મંજૂરી પણ મળી ગઈ. બુધવારે જ્યારે અમુક વિધિ ચાલી રહી હતી તેમાં સંગીતની સાડી રઘુકુમારનાં માતા પિતાને પસંદ ન આવી. તેમને સાડીની ગુણવત્તા ખરાબ લાગી. તેમણે સંગીતાને સાડી બદલી લેવા કહ્યું. ત્યારબાદ આ નાની વાતને લઈને મોટો ઝઘડો થઇ ગયો અને દુલ્હાનાં માતાપિતા નારાજ થઇ ગયાં. તેમણે ગુરુવારે લગ્ન હતાં તે કેન્સલ કરી દીધા અને દીકરાને ત્યાંથી ભાગી જવા માટે કહ્યું. પોલીસે રઘુકુમાર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ ફાઈલ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Karnataka, groom left the wedding because he didn’t like a saree of the bride