Home Gujarati હરિદ્વારમાં ફસાયેલી પુત્રવધુને એકલા પડી ગયેલા સાસુની ચિંતા થતાં પોલીસે ઘરે જઇને...

હરિદ્વારમાં ફસાયેલી પુત્રવધુને એકલા પડી ગયેલા સાસુની ચિંતા થતાં પોલીસે ઘરે જઇને સાંત્વના આપી, માસ્ક-સેનેટાઇઝર આપ્યા

87
0


વડોદરાઃ કોરોના વાઈરસના કારણે રાત-દિવસ ખડેપગે ફરજ બજાવી રહેલ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાજિક સેવાની પણ કામગીરી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે હરિદ્વારમાં લોકડાઉન થઇ ગયેલા પુત્ર અને પુત્રવધૂની ગેરહાજરીમાં તેઓની વૃદ્ધ માતાની દેખભાળ કરીને સાંત્વના આપી હતી અને માસ્ક અને સેનેટાઇઝર પણ આપ્યા હતા.
પોલીસને જાણ કરતા પીએસઆઇ તેમના ઘરે પહોંચી ગયા
વડોદરા શહેરના હરણી રોડ-વારસીયા રિંગ રોડ, સી-27, ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇન્દુબહેન ઓઝાના પુત્ર ધવલભાઇ તેમની પત્ની અવનીબહેન હરીદ્વાર ગયા હતા. કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવતા તેઓને હરિદ્વારમાં ફસાઇ ગયા છે, ત્યારે અવનીબહેન ઓઝાને ઘરે એકલા સાસુ ઇન્દુબહેનની ચિંતા સતાવી રહી હતી. જેથી તેઓએ તેમના પતિ ધવલભાઇને સાસુમાંના ખબર-અંતર પૂછવા માટે કંઇક કરવા માટે વાત કરી હતી.
મહિલાને તેમના પુત્ર અને પુત્રવધુ સાથે વાત કરાવી
ધવલભાઇ ઓઝાએ પત્નીની વાતને ધ્યાનમાં લઇ વડોદરા પોલીસ તંત્રનો સંપર્ક સાધી માતાના ખબર-અંતર પૂછવા મદદ માંગી હતી. તુરંત જ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર(વહીવટ) સરોજકુમારીના માર્ગ દર્શન હેઠળ સિનિયર સિટીઝન સેલના પી.એસ.આઇ. વ્યાસ ટીમ ઇન્દુબહેનના ઘરે દોડી ગયા હતા. અને તેઓને ધવલભાઇ અને અવનીબહેન અંગે ચિંતા ન કરવા માટે સાંત્વના આપી હતી. અને પોતાના મોબાઇલ ફોન દ્વારા ઇન્દુબહેનને તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે વાતચીત કરાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સિનિયર સિટીઝન મહિલાને સાંત્વના આપી રહેલા મહિલા પીએસઆઇ