Home Gujarati સૌરાષ્ટ્રમાં આજે 3 પોઝિટિવ કેસ, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1,પોરબંદર-1 મળી 3 નવા...

સૌરાષ્ટ્રમાં આજે 3 પોઝિટિવ કેસ, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1,પોરબંદર-1 મળી 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા

106
0

રાજકોટઃસૌરાષ્ટ્રમાં આજે 29 માર્ચે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ફ્રાન્સથી રાજકોટના મુંજકાઆવેલા36 વર્ષીય યુવક, વેરાવળમાં ગઇકાલે વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના પરિવારજન અને પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ છે.

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોરોના પ્રસર્યો

રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આકંડો 9 પર પહોંચ્યો છે. જ્યારે 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે. આજે 29 માર્ચે પોઝિટિવ કેસ આવ્યો તે યુવાન ફ્રાન્સથી આવ્યો હતો.આ યુવાન મુંજકા ગામનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ મુંજકા ગામ આવેલું છે. હાલ સુધી શહેર પૂરતો કોરોના સિમિત હતો. પરંતુ ગ્રામ્ય પંથકમાં પોઝિટિવ કેસ આવતા મુંજકા ગામ આસપાસના ગામોમાં પણ ભયનો માહલો જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં 96માંથી 9 પોઝિટિવ અને 87 નેગેટિવ કેસ નોંધાયા

રાજકોટમાં અત્યાર સુધીમાં 109 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં 77માંથી 8 પોઝિટિવ અને 69 નેગેટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 19માં 18 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. અન્ય જિલ્લાના 13માંથી 13 નેગેટિવ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં 3 પોઝિટિવ અને ખાનગી હોસ્પિટલમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે અને 989 લોકો ઓબ્ઝેર્વેશન બહાર છે.

કોરોના સામે ડિસઇન્ફેક્ટ કામગીરી

કોરોના સામે રક્ષણ મેળવવા રાજકોટમાં માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ સુધીના સમગ્ર રોડપર ફાયર ફાઇટરથી ડિસઇન્ફેક્ટની કામગીરી કરવામાં આવી હતી. મનપાની તમામ ટીપરવાન સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયો છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે તેવું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ખેતરોમાં શિયાળુ પાકોની કામગીરી ચાલી રહી હોવાથી તેમજ પાકને રક્ષણ માટે ખેડૂતોને વાડીએ જવું પડે છે. પશુ આહાર લેવા જતા ખેડૂતોને સહકાર મળે તે માટે તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પૂર્વ ધારાસભ્યએ જરૂરિયાતમંદ લોકોને અઢી લાખ રૂપિયાનો કરિયાણાનો સામાન વિતરણ કર્યો

લોકડાઉનના લીધે મજૂરી કામ કરતા લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય માનસિંહભાઇ પરમારના પરિવાર તરફથી કાજલી ગામમાં 5000થી વધુ વસ્તી ધરાવે છે અને 500 જેટલા ગામમાં ઘર છે. તમામ સમાજના લોકોને રાશનની કિટનું વિતરણ કર્યુ હતું અને અઢી લાખ રૂપિયાથી પણ વધુનો રાશનનો સામન સંપૂર્ણ ગામને આપ્યો હતો. જેમાં બટેટા 5 કિલો, તેલ 1 કિલો, બજારો 5 કિલો, ડુંગળી અઢી કિલો, ચણા 1 કિલો, ચોખા 5 કિલો સહિતની કિટ ગામ માં રહેતા તમામ ઘરોમાં આપવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની ફાઇલ તસવીર


રાત્રિ દરમિયાન શહેરનો નજારો


Corona upadate LIVE Rajkot, 29 March 2020


રાજકોટમાં જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકોની અટકાયત કરાઇ


વેરાવળના કાજલી ગામે પૂર્વ ધારાસભ્યએ રાશનની કિટનું વિતરણ કર્યું