Home Gujarati સોસાયટીમાં ક્રિકેટ રમતા લોકોને ઉઠાવી જતી પોલીસ ખુદ અમદાવાદમાં ‘નાઈટ ક્રિકેટ’ રમે...

સોસાયટીમાં ક્રિકેટ રમતા લોકોને ઉઠાવી જતી પોલીસ ખુદ અમદાવાદમાં ‘નાઈટ ક્રિકેટ’ રમે છે!

111
0

અમદાવાદ: ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે. આવામાં પોલીસની જવાબદારી વધી ગઈ છે અને હવે તો કર્ફ્યુ દરમિયાન સોસાયટીની અંદર ક્રિકેટ રમતા રહીશોને પણ પોલીસ ઉઠાવી લઈ જઈ રહી છે.આવામાં અમદાવાદશહેરના ગુજરાત કોલેજ પાસેના રોડ પરપોલીસ કર્મચારીઓએ ભેગા થઈને રાત્રિ ક્રિકેટ રમતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ઉતારનારે સવાલ કર્યો છે કે શું પોલીસેએકબીજાથી એક નિશ્ચિત અંતર રાખું જરૂરી નથી?
લોકડાઉનદરમિયાન કોઈ સામાન્ય વ્યક્તિ નિયમનો ઉલ્લંઘન કરે ત્યારે તેને પોલીસ પોતાની સ્ટાઈલમાં જવાબ આપે છે, ત્યારે અમદાવાદના ગુજરાત કોલેજ પાસે ખુદ પોલીસ જ ભેગા થઈને ક્રિકેટ રમતા હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે. આ સંદર્ભે સોશિયલ મીડિયામાં તેનો સખત વિરોધ થઈ રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


During the lockdown, the video that police have now played in cricket came at a time