Home Gujarati સૈનિકે તેના દીકરાના જન્મ માટે પોતાના વતન અમેરિકાની માટી ઈટલીમાં મંગાવી

સૈનિકે તેના દીકરાના જન્મ માટે પોતાના વતન અમેરિકાની માટી ઈટલીમાં મંગાવી

118
0

ન્યૂ યોર્ક: અમેરિકાના જવાન ટોની ટ્રેકોનીની ઈચ્છા હતી કે, તેનાં સંતાનનો જન્મ પોતાની જન્મભૂમિ એટલે કે અમેરિકામાં જ થાય. ટોનીની પત્ની જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેનું પોસ્ટિંગ ઈટલીમાં થયું હતું. ડિલિવરી પહેલાં તેઓ અમેરિકા પરત જાય તેવું વિચાર્યું પણ તે શક્ય બન્યું નહીં. ટોનીએ ડિલિવરી પહેલાં અમેરિકાના ટેક્સાસ રાજ્યની માટી ઈટલીમાં મંગાવી જેથી આ બાળકના પગ સૌથી પહેલાં તે માટીને જ સ્પર્શ કરે જ્યાં તેના માતા-પિતાનો જન્મ થયો છે.

હોસ્પિટલમાં બેડની નીચે માટી પાથરી હતી
ટોનીના માતા-પિતાએ 14 હજાર રૂપિયાના ખર્ચે કન્ટેનરમાં માટી શિપ દ્વારા ઈટલી મોકલાવી હતી. ટોનીએ હોસ્પિટલમાં તેની પત્નીના બેડની નીચે ટેક્સાસની માટી પાથરી દીધી હતી, જેથી અમેરિકામાં જ હોય તેવો અહેસાસ લાગે.

ટોનીનો દીકરો ચાર્લ્સ હાલ 7 મહિનાનો થઈ ગયો છે
ટોનીએ જણાવ્યું કે, મેં અમેરિકાની માટી મંગાઈ કારણકે મારી દિલથી ઈચ્છા હતી કે મેં જે માટી પર જન્મ લીધો છે, ત્યાં જ મારું સંતાન પણ જન્મ લે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં મારા દીકરા ચાર્લ્સનો જન્મ થયો. મેં તે સમયે ટ્વીટ કર્યું હતું. તેના જન્મ પછી પણ મેં વતનની માટીને સંભાળીને રાખી છે. થોડા દિવસ પહેલાં મેં તેને આ માટી પર ઊભો રાખ્યો હતો, તે સમયે મારી ખુશીનો કોઈ પાર નહોતો. આ ખુશી માટે હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Soldier Pays $200 to Have US Dirt Shipped to Italy So His Son Could Be Born on Texas Soil


Soldier Pays $200 to Have US Dirt Shipped to Italy So His Son Could Be Born on Texas Soil


Soldier Pays $200 to Have US Dirt Shipped to Italy So His Son Could Be Born on Texas Soil