Home Gujarati સુરતમાં માતાએ દીકરાના માથે અનેક ચોટલીઓ બાંધી અનોખો સંદેશો આપ્યો

સુરતમાં માતાએ દીકરાના માથે અનેક ચોટલીઓ બાંધી અનોખો સંદેશો આપ્યો

94
0


સુરતઃ જિલ્લાના આલપાડના ઉમરા ગામ ખાતે રહેતા ધવલ અજુડિયાના પાંચ વર્ષના દીકરાએ મમ્મી આશીકાબેનને પૂછ્યું કે આ કોરોના વાઇરસ કેવો દેખાતો હશે. બસ પછી મમ્મીએ વિચાર્યું દીકરાના આ સવાલના જવાબમાં શું કહું અને કેવી રીતે સમજાઉ. ત્યારબાદ માતાએ દીકરાને જવાબ આપવા કરતા એની હેર સ્ટાઇલ અલગ અલગ ચોટલીઓ બાંધી જમીન પર બેસાડ્યા બાદ આગળ અને પાછળથી મોબાઈલમાં ફોટો પાડી તેને બતાવ્યો. માતાએ દીકરીાને કહ્યું કે, જો કોરોના વાઇરસ આવો દેખાય છે. તેનાથી બચવા તેનાથી દુર રહેવું જ ફાયદાકારક છે. એટલે જ સરકાર કહે છે ઘરમાં રહો એ જ તમારી જાગૃતતા સામે સાવચેતી છે. કોરોના વાઇરસનો ચેપ એકને નહીં એકથી લાખોને લાગી શકે છે એટલે લોકડાઉનનું પાલન કરે તો જ આનાથી બચી શકાય છે. માતાએ સાથે સાથે ચોટલીઓમાં સોશિયલ ડિસટન્સનો પણ સંદેશો આપ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


માતાએ ચોટલીઓમાં સોશિયલ ડિસટન્સનો પણ સંદેશો આપ્યો