Home Gujarati સુરતમાં ‘મને કોરોના છે’ એમ કહી મેડિકલ ટીમ પર હુમલો કરી દોડાવ્યા

સુરતમાં ‘મને કોરોના છે’ એમ કહી મેડિકલ ટીમ પર હુમલો કરી દોડાવ્યા

103
0

સુરતઃ ડિંડોલી ખાતે આવેલા અંબિકા પાર્ક પાલિકાની મેડિકલ ટીમ જ્યારે ડોર ટુ ડોર સરવે કરવા પહોંચી ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવકે પહેલા કોરોના લક્ષણ હોવાનું કહ્યું અને પછી મેડિકલ ટીમ પર હુમલો કરી તેમને દોડાવ્યા હતા. મને કોરોના છે… આવું બોલીને લવારા કર્યા હતા. નવી સિવિલમાં આ યુવકને કોરોના નહીં પણ માનસિક બીમારી હોવાનું નિદાન થયું હતું.

મરી રહ્યો હોવાનું નાટક કર્યું
સરવેની ટીમે મેડિકલ સ્ટાફ બોલાવ્યો ત્યારે આ યુવક પહેલા માળે ગેલેરીમાં દોડી આવ્યો અને મરી રહ્યો હોય તેમ રેલિંગ પર ઢળી પડ્યો.

આપમેળે સ્ટ્રેચર પર સૂઈ ગયો
યુવકની સાઇડમાં સ્ટ્રેચર મૂકાયું અને તેની પર સૂઈ જવા માટે પોલીસે સમજાવ્યો. તે સ્ટ્રેચર પર સૂઈ ગયા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મેડિકલ ટીમ આવતા જ ગેલેરીમાં આવી મરી રહ્યો હોવાનું નાટક કર્યું