Home Gujarati સાસરીયાના ત્રાસથી નાસેલી પુત્રીનું મા-બાપ સાથે મિલન કરાવતી પોલીસ

સાસરીયાના ત્રાસથી નાસેલી પુત્રીનું મા-બાપ સાથે મિલન કરાવતી પોલીસ

115
0

સાસરીયાના ત્રાસથી લોધીકાના ખીરસરાથી નાસેલી દિકરીનું તેના જૂનાગઢ સ્થિત માં બાપ સાથે મિલન કરાવી જૂનાગઢ અને રાજકોટ પોલીસે લોક ડાઉન વચ્ચે પણ સરાહનીય કામગીરી કરી છે. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપ સિંહ પવાર, એસપી સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે.

સાસરિયા ત્રાસ આપતા હોય લોક ડાઉનમાં પણ એ ખીરસરાથી નિકળી

દરમિયાન શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઇ અને તેમના પત્નિ લીલાબેન ભેડાએ પોલીસને જણાવ્યું હતું કે, પોતાની દિકરી લોધીકાના ખિરસરા ગામે સાસરે છે. ત્યાં સાસરિયા ત્રાસ આપતા હોય લોક ડાઉનમાં પણ એ ખીરસરાથી નિકળી ગયેલ છે. કોઇ અવિચારી પગલું ભરી લે તે પહેલા યોગ્ય કરવા આજીજી કરી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ તાત્કાલિક રાજકોટ રૂરલ એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા, શાપર પીએસઆઇ કુલદિપસિંહ ગોહિલનો સંપર્ક કરી મોબાઇલના આધારે દિકરીનું લોકેશન મેળવી લીધું હતું. બાદમાં તેને હેડ કોન્સ્ટેબલ શિરીષભાઇ સરવૈયા અને સ્ટાફે જૂનાગઢમાં તેના માં બાપને સોંપી ત્યારે પતિ, પત્નિએ ડીવાયએસપી કચેરી ખાતે આવી પોલીસનો આભાર માન્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Police raid Sasariya’s troubled daughter’s parents