Home Gujarati સરકારે ‘કાશ્મીર બનશે પાકિસ્તાન’ નારો લખીને લોકો સુધી પહોંચાડ્યો

સરકારે ‘કાશ્મીર બનશે પાકિસ્તાન’ નારો લખીને લોકો સુધી પહોંચાડ્યો

270
0


એજન્સી | ઈસ્લામાબાદ/નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં ફેરફારથી ધૂંધવાયેલા પાકિસ્તાને એક પછી એક ઉતાવળિયા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ પીઓકેમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવશે. આ ઉપરાંત પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં ત્યાંની વિધાનસભાને પણ સંબોધિત કરશે અને સર્વપક્ષીય બેઠક કરશે. આ સિવાય કાશ્મીરની પ્રજાના સમર્થનમાં ભારતવિરોધી રેલી કાઢવાની પણ તેમણે જાહેરાત કરી છે. પાકિસ્તાને 15મી ઓગસ્ટે દેશભરમાં કાળો દિવસ મનાવવાનું પણ એલાન કર્યું છે. પાકિસ્તાન સરકારે કાશ્મીર એકજૂટતા દિવસ માટે એક વિશેષ લોગો પણ જારી કર્યો છે, જેના પર લખ્યું છે કે ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’. ઈમરાને મંગળવારે ઈન્ડોનેશિયાના પ્રમુખ સાથે વાત કરીને કાશ્મીર મુદ્દે સમર્થન માંગ્યું હતું. બીજી તરફ, પાક. સેના પ્રમુખ જનરલ કમાર જાવેદ બાજવા પણ પીઓકે પહોંચ્યા હતા. બાજવાએ કહ્યું કે અમે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today